Rohit Sharma Record: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં 550 સિક્સર પૂરી કરી છે. રોહિત શર્મા 550 સિક્સર મારનાર માત્ર બીજો બેટ્સમેન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ક્રિસ ગેલ (553)ના નામે છે. આજે રોહિત શર્મા ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડી શકે છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઝડપથી પોતાની સંખ્યા વધારી રહ્યો છે. રોહિતે 500 થી વધુ આંતરરાષ્ટ્રીય સિક્સર ફટકારી છે અને તે ક્રિસ ગેલ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 થી વધુ છગ્ગા મારનાર એકમાત્ર બેટ્સમેન છે. રોહિતના નામે 550 સિક્સર છે અને T20Iમાં સૌથી વધુ સિક્સર (182 સિક્સર) મારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. રોહિતે ટેસ્ટમાં 77 સિક્સર અને વનડેમાં 291 સિક્સર ફટકારી છે. હાલમાં રોહિત 58 રને બેટિંગ કરી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો લક્ષ્યાંક આપ્યો
ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કાંગારૂઓએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. મિશેલ માર્શે 84 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ડેવિડ વોર્નરે 56 રન, સ્ટીવ સ્મિથે 74 રન અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત શરૂઆત કરી હતી. મિશેલ માર્શ (84 બોલમાં 96 રન) અને ડેવિડ વોર્નર (34 બોલમાં 56 રન) ની જોડીએ પ્રથમ વિકેટ માટે 78 રન ઉમેર્યા હતા. સ્ટીવ સ્મિથે 74 રન અને લાબુશેને 72 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહે 81 રનમાં 3 વિકેટ, કુલદીપ યાદવે 48 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 68 રનમાં 1 વિકેટ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાએ 45 રનમાં 1 વિકેટ લીધી હતી.
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણ.