નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે જો ક્રિકેટ મેચો શરૂ થશે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આઇસીસી પાસેથી ડિસઇન્ફેક્ટન્ટ્સની મંજૂરી લઇ શકે છે. આનાથી ખેલાડીઓને કોરોનાના સંકટથી બચાવી શકાય છે. આ ડિસઇન્ફેક્ટન્ટ્સ બૉલ પર લગાવવામાં આવશે, આમ ખેલાડીઓની સુરક્ષાને લઇને રોજ નવી નવી રીતો સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આઇસીસી ક્રિકેટ કમિટીએ તે આઇડિયાને નકારી દીધો હતો, જેમાં ક્રિકેટના બૉલને ચમકાવવા પર લાળનો ઉપયોગ કરવો જોઇએ. આવામાં ડિસઇન્ફેક્ટન્ટ્સને લઇને જલ્દી જ ટેસ્ટ કરવામાં આવી શકે છે, જેનાથી ખેલાડીઓની સુરક્ષાને વધુ મજબૂત કરી શકાય.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસન મેનેજર એલેક્સ કાઉન્ટોરિસે કહ્યું કે, તે ખેલાડીઓ માટે ગાઇડલાઇન બનાવ રહ્યાં છે, આવામાં એ પણ કહેવાઇ રહ્યુ છે કે ક્રિકેટની શરૂઆત આ વર્ષના અંત સુધીમાં થઇ શકે છે.



એલેક્સે કહ્યું કે, અમારી આસીસી સાથે વાત થઇ રહી છે, જેમાં કેટલીય વસ્તુઓ હજુ બાકી છે. આવામાં આ કેટલુ કારગર સાબિત થાય એ જોવાનુ છે. હાલ બધુ ટેબલ પર છે, એલેક્સે આગળ કહ્યું કે, પહેલા ઇંગ્લેન્ડની મેચો થશે અને આવામં અમને રિઝલ્ટ ખબર પડી જશે, અને પછી અમે ઓસ્ટ્રેલિયાની મેચો દરમિયાન આનો ઉપયોગ કરી શકીએ છીએ.

એેલેક્સે આગળ કહ્યું કે, તેમને આઇસીસી સાથે કામ કરવાનો મોકો મળી રહ્યો છે, આવામાં આશા છે કે બધુ બરાબર થશે. ખેલાડીઓને સુરક્ષિત રાખવા માટે અમે દરેક શક્ય કોશિશો કરી રહ્યાં છીએ.