Rohit Sharma on Pitch Rating: ભારતે ગુરુવારે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટેસ્ટ મેચ માત્ર દોઢ દિવસમાં પૂર્ણ થઈ ગઈ જે બોલના સંદર્ભમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી નાની ટેસ્ટ મેચ પણ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માત્ર 642 બોલમાં પૂરી થઈ ગઈ હતી. આ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પિચને લઈને આઇસીસી મેચ રેફરી પર નિશાન સાધ્યું હતું.


ભારતે દક્ષિણ આફ્રિકાને માત્ર 106.2 ઓવરમાં સાત વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ ભારતીય કેપ્ટને કહ્યું કે તેને આવી પિચો પર રમવામાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ ભારતમાં જ્યારે પહેલા દિવસે બોલ ટર્ન થાય છે તો લોકોએ ફરિયાદ ના કરવી જોઈએ.


મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું હતું કે  "આ ટેસ્ટમાં શું થયું અને પિચ કેવી રીતે રમી રહી છે તે આપણે બધાએ જોયું. સાચું કહું તો મને આવી પિચો પર રમવામાં કોઈ વાંધો નથી." પરંતુ જ્યાં સુધી દરેક વ્યક્તિ ભારત આવે ત્યારે મોં બંધ રાખે.


રોહિતે વધુમાં કહ્યું હતું કે  "જ્યારે તમે અહીં (દક્ષિણ આફ્રિકા) ટેસ્ટ ક્રિકેટ રમવા આવો છો, ત્યારે તમે ટેસ્ટ ક્રિકેટને સર્વોચ્ચ પુરસ્કાર તરીકે વાત કરો છો. પછી તમારે તેને વળગી રહેવું જોઈએ. તમારે તેનો સામનો કરવો જોઈએ. ભારતમાં પ્રથમ દિવસે પિચ ટર્ન લે છે ત્યારે ‘ધૂળનો ઢગલો’ બોલવાનું શરૂ કરે છે. અહીં પણ પિચ પર તિરાડો હતી."


ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ બ્રોડ બે ટેસ્ટ મેચની શ્રેણી માટે આઇસીસી મેચ રેફરી હતા અને રોહિતનું માનવું છે કે ICC પેનલમાં સામેલ રેફરી તટસ્થ હોવા જોઈએ. તટસ્થ રહેવું જરૂરી છે, ખાસ કરીને મેચ રેફરી માટે. કેટલાક મેચ રેફરીઓએ પિચોનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તેના પર નજર રાખવાની જરૂર છે.


રોહિત અને તેની ટીમને ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટનું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને 'સરેરાશ' રેટિંગ આપવાનું પણ પસંદ આવ્યું નહોતું. નોંધનીય છે કે આ પિચ પર 2023 વર્લ્ડ કપની ફાઇનલ રમાઇ હતી. રોહિતે કહ્યું કે "હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે વર્લ્ડ કપની ફાઇનલ પિચને 'એવરેજથી નીચે' રેટિંગ આપવામાં આવ્યું હતું. તે ખરાબ પિચ કેવી રીતે હોઈ શકે? પિચોનું એ આધારે મૂલ્યાંકન કરવામાં આવે કે તે કેવી દેખાય છે નહી કે યજમાન દેશોના આધારે.


કેટલાક પસંદગીના મેચ અધિકારીઓ પ્રત્યેનો અવિશ્વાસ ત્યારે સ્પષ્ટ થયો જ્યારે રોહિતે કટાક્ષમાં કહ્યું કે તે મેચ રેફરી દ્વારા પિચને રેટિંગ આપવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો વિશે જાણવા માંગે છે. તેણે કહ્યું, "હું જોવા માંગુ છું કે પિચોને કેવી રીતે રેટિંગ આપવામાં આવે છે. હું ચાર્ટ જોવા માંગુ છું કે તેઓ પિચોને કેવી રીતે રેટિંગ આપે છે.


રોહિતે કહ્યું, જો બોલ પહેલા બોલથી જ સીમ કરે છે તો તે સારુ છે પરંતુ જો બોલ ટર્ન થવા લાગે છે. જો બોલ ટર્ન કરવાનું શરૂ કરે તો તેમને તે ગમતું નથી. જો તમે ઇચ્છો છો કે બોલ માત્ર સીમ કરે અને ટર્ન ના કરે તો તે ખોટું છે.