Rohit-Shreyas Dance: ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ શ્રેયસ અય્યરને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે અનોખી રીતે આ અભિનંદન પાઠવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો ડાન્સ વીડિયો શેર કરતા રોહિત શર્માએ લખ્યું, 'ખૂબ સારો શ્રેયસ. તમે બધા જ મૂવ્સ એકદમ યોગ્ય બનાવ્યા.’


વીડિયોમાં રોહિત શ્રેયસ અય્યર અને શાર્દુલ ઠાકુર 'શહેરી બાબુ' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર છવાયેલો છે. ક્રિકેટર્સ, આઈપીએલ ફ્રેન્ચાઈઝી સહિત ઈન્સ્ટા યુઝર્સ સતત આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને 17 કલાકમાં 17 લાખથી વધુ લાઈક્સ અને 17 હજારથી વધુ કમેન્ટ્સ મળી છે.


શ્રેયસે તેની પ્રથમ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી


શ્રેયસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી છે. શ્રેયસે 171 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેની ઈનિંગ એવા સમયે આવી જ્યારે ટીમ ઈન્ડિયાને તેની સખત જરૂર હતી. શ્રેયસની આ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 300 સુધી પહોંચી શકી હતી.






શ્રેયસ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો 16મો ખેલાડી બન્યો છે


લાલા અમરનાથે (118) 1933માં ઈંગ્લેન્ડ સામે ભારત માટે ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. આ યાદીમાં સૌરવ ગાંગુલી અને રોહિત શર્મા પણ સામેલ છે. શ્રેયસ હવે આ સિદ્ધિ મેળવનાર 16મો ભારતીય ખેલાડી છે.


શ્રેયસ ભારત માટે ટેસ્ટ રમનાર 303મો ખેલાડી બન્યો છે


કાનપુર ટેસ્ટમાં પદાર્પણ સાથે, શ્રેયસ અય્યર ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 303મો ખેલાડી બન્યો. કાનપુરના ગ્રીન પાર્કમાં ટોસ પહેલા ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની હાજરીમાં તેને ટેસ્ટ કેપ્સ આપવામાં આવી હતી.


ચાર વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું


શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 1 નવેમ્બર 2017ના રોજ યોજાયેલી ટી20 મેચ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. અત્યાર સુધીમાં તેણે 32 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 27.61ની એવરેજથી 580 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી છે. વર્ષ 2017માં જ શ્રેયસને ODI ડેબ્યૂની તક પણ મળી હતી. ડિસેમ્બરમાં તેને શ્રીલંકાના પ્રવાસ પર પ્રથમ વનડે રમવાની તક મળી હતી. તેણે 22 વનડેમાં 42.78ની એવરેજથી 813 રન બનાવ્યા છે. વનડેમાં પણ તેના નામે સદી છે.