T20 વર્લ્ડ કપ 2 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાશે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પ્રથમ બેચ અમેરિકા પહોંચી ગઈ છે. બીજી બેચ સોમવારે, 27 મેના રોજ નીકળી હતી. ભારતીય કેપ્ટન 9મો T20 વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. આ મેગા ઈવેન્ટ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત શર્મા અત્યાર સુધી રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. 2007 થી અત્યાર સુધી રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમ્યો છે. જોકે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ચોથા સ્થાને છે. તેની પાસે ક્રિસ ગેલ અને  જયવર્ધનેને પાછળ છોડવાની શાનદાર તક છે. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે.


T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન


1141- વિરાટ કોહલી


1016- જયવર્ધને


965- ક્રિસ ગેલ


963- રોહિત શર્મા


ક્રિસ ગેલે સૌથી વધુ સિક્સ ફટકારી હતી


આ સિવાય T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે રોહિત શર્મા બીજા સ્થાને છે. આ લિસ્ટમાં ક્રિસ ગેલ ટોપ પર છે. રોહિત શર્મા બીજા સ્થાને અને ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર ત્રીજા સ્થાને છે.


T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર


ક્રિસ ગેલ 63


રોહિત શર્મા 35


જોસ બટલર 33


રોહિત સૌથી વધુ મેચ રમ્યો છે 


નોંધનીય છે કે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમનાર પ્રથમ ખેલાડી છે. બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન બીજા સ્થાને છે. રોહિતે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 39 મેચ રમી છે. જ્યારે શાકિબ અલ હસને 36 મેચ રમી છે. બંને એકમાત્ર એવા ખેલાડી છે જેમને T20 વર્લ્ડ કપ 2007માં પણ રમવાની તક મળી હતી.


IPL 2024નું સમાપન થઈ ગયું છે અને હવે ટી20 વર્લ્ડકપ 2024 શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે. દુનિયાભરની ઘણી ટીમો ટી20 વર્લ્ડકપ માટે પોતાની તમામ તાકાત લગાવશે. આ દરમિયાન ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. 


ટી20 વર્લ્ડકપ 2024માં પ્રાઈઝ મની 


ટી20 વર્લ્ડ કપ 2024ની વાત કરવામાં આવે તો પ્રાઈઝ મની વધારે નથી. અહેવાલ અનુસાર ટી20 વર્લ્ડકપ ટાઈટલ જીતનાર ટીમને 1.6 મિલિયન ડૉલર એટલે 13 કરોડ 30 લાખ રુપિયા મળશે. જ્યારે રનર-અપ ટીને 6.65 કરોડ રુપિયા મળશે.