IPL 2024નું સમાપન થઈ ગયું છે અને હવે ટી20 વર્લ્ડકપ 2024 શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે. દુનિયાભરની ઘણી ટીમો ટી20 વર્લ્ડકપ માટે પોતાની તમામ તાકાત લગાવશે. આ દરમિયાન ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. જો આપણે ટી20 વર્લ્ડ કપની પ્રાઈઝ મનીની વાત કરીએ તો તે આઈપીએલની તુલનામાં ઘણી ઓછી છે.
IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું હતું અને તેને આઈપીએલ ખિતાબ જીતતા 20 કરોડ રુપિયા મળ્યા હતા. જ્યારે બીજા નંબર પર રહેલી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને 12.5 કરોડ રુપિયા ઈનામ તરીકે મળ્યા હતા. વિજેતા અને રનર-અપ ટીમ સિવાય ત્રીજા અને ચોથા નંબર પર રહેનારી રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને પણ સારા એવા પૈસા મળ્યા છે. બંને ટીમોને 7-7 કરોડ રુપિયા મળ્યા છે.
ટી20 વર્લ્ડકપ 2024માં પ્રાઈઝ મની
ટી20 વર્લ્ડ કપ 2024ની વાત કરવામાં આવે તો પ્રાઈઝ મની વધારે નથી. અહેવાલ અનુસાર ટી20 વર્લ્ડકપ ટાઈટલ જીતનાર ટીમને 1.6 મિલિયન ડૉલર એટલે 13 કરોડ 30 લાખ રુપિયા મળશે. જ્યારે રનર-અપ ટીને 6.65 કરોડ રુપિયા મળશે. ટી20 વર્લ્ડકપ 2024ની કુલ પ્રાઈઝ મની 5.6 મિલિયન ડૉલર એટલે કે 46 કરોડ 56 લાખ રુપિયા છે. ટી20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ હારનારી બંને ટીમોને 3.32 કરો઼ રુપિયા મળશે. જ્યારે સુપર 12માં હારનારી ટીમોને 58 લાખ રુપિયા મળશે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આઈપીએલના મુકાબલે ટી20 વર્લ્ડકપમાં ઈનામી રાશી ઘણી ઓછી છે.
T20 વર્લ્ડકપ 2024 પહેલા ટીમ ઈન્ડિયા સહિત મોટાભાગની ટીમો વોર્મ-અપ મેચ રમશે. ભારતની વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ સામે છે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો આયર્લેન્ડ સામે થશે. આ મેચ 5 જૂને રમાશે. 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ ન્યૂયોર્કમાં જ રમાશે.
આગામી મહિને આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ 2024 શરૂ થઇ રહ્યો છે, જેને લઇને હવે માહોલ જામ્યો છે. T20 વર્લ્ડકપ 2024 શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે ટૂર્નામેન્ટ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા ન્યૂયોર્ક પહોંચી ગઈ છે. વિરાટ કોહલી અને સંજૂ સેમસન સહિત કેટલાક ખેલાડીઓ હજુ પણ ન્યૂયોર્ક પહોંચી શક્યા નથી.