નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 10 નવેમ્બરે આઇપીએલની ફાઇનલ મેચ રમશે. પરંતુ રોહિત શર્મા આઇપીએલથી વધુ ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને ચર્ચામાં છે. રિપોર્ટ્સનુ માનીએ તો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનો ભાગ બનશે. રોહિત શર્માની જોકે ઓસ્ટ્રેલિયામાં માત્ર એક ટેસ્ટ સીરીઝ જ રમાવાની સંભાવના છે.

ટીમ ઇન્ડિયા 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા રવાના થઇ રહી છે, એએનઆઇના રિપોર્ટ પ્રમાણે રોહિત શર્મા 11 નવેમ્બરે ટીમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના નહીં થાય, તે પછીથી ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.

રોહિત શર્માની વનડે અને ટી20 સીરીઝ રમવાની નક્કી નથી માનવામાં આવી રહ્યું, જ્યારે ચાર ટેસ્ટ મેચોની સીરીઝનો ભાગ બનશે. બીસીસીઆઇ સુત્રો અનુસાર રોહિત શર્માને પુરેપુરો ફિટ થતા હજુ સમય લાગી શકે છે.

સુત્રોથી મળેલી માહિતી પ્રમાણે, રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાનો ભાગ બનશે, અને તેને ફક્ત ટેસ્ટ સીરીઝ રમવાની જ સંભાવના છે. કેમકે ઓસ્ટ્રેલિયામાં ક્વૉરન્ટાઇન પીરિયડને લઇને બાધ્યતા છે, એટલે તે લિમીટેડ ઓવરોમાં ભાગ નહીં લઇ શકે.