નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને દિલ્હી કેપિટલ્સના હાથે ક્વૉલિયરમાં હાર મળી, આ સાથે તેનો સફર પુરો થઇ ગયો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે માર્શ, ભુવનેશ્વર અને સાહા જેવા સ્ટાર ખેલાડીઓને ઇજા થવા છતાં, ક્વૉલિફાયર સુધી પહોંચાડવામાં કોઇએ કસર ના છોડી. ખાસ કરીને હૈદરાબાદને અહીં સુધી પહોંચાડવામાં યુવા ખેલાડી ટી નરટારજનનો મોટો ફાળો રહ્યો, અને આ સિઝનમાં નવો ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ બનીને ઉભર્યો.


ટી નટરાજને કમાલની બૉલિંગ કરતાં 16 મેચોમાં 8.19ની ઇકોનોની રેટની સાથે 16 વિકેટ મેળવી છે. ટી નટરાજનનુ આ પરફોર્મન્સ બે કારણે ખાસ છે. એક તો તે ઇજાના કારણે બે વર્ષ બાદ આઇપીએલ રમી રહ્યો હતો, અને બીજુ તેને ડેથ ઓવરોમાં એકલા હાથે હૈદરાબાદની બૉલિંગની જવાબદારી સંભાળી, આ દરમિયાન તેને 8.19ની ઇકોનોમી રેટથી બૉલિંગ કરી છે.

ફાઇલ તસવીર

આઇપીએલની પોતાની બીજી સિઝનમાં જ ટી નટરાજન યોર્કર કિંગ બનીને ઉભર્યો, નટરાજને આઇપીએલની 13 મી સિઝનમાં સૌથી વધુ 54 યોર્કર બૉલ ફેંક્યા છે. આ મામલામાં બીજા નંબર પર જેસન હૉલ્ડર છે, જેને 25 યોર્કર બૉલ ફેંક્યા અને 22 યોર્કર સાથે ત્રીજા નંબર પર બૉલ્ટ છે.

ટી નટરાજનને યોર્કર ફેંકવાની કલા જોઇને પૂર્વ દિગ્ગજ બૉલર ઇરફાન પઠાણ પણ ચોંકી ગયો છે. પઠાણે કહ્યું- એવો અનકેપ્ડ બૉલર નથી જોયો જે નટરાજનની જેમ યોર્કર ફેંકતો હોય.