ODI World Cup 2023, Round-robin Format: ભારતમાં યોજાનાર  આગામી ODI વર્લ્ડ કપ 2023 (ODI World Cup 2023)નું શેડ્યૂલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જાહેર કર્યું છે. 5 ઓક્ટોબરે આ મેગા ઈવેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને નૂયુઝીલેન્ડ વચ્ચે રમાશે. ODI વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેશે, તેમની વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ મેચો રમાશે. તમામ ટીમોને કુલ 9 મેચ રમવાની તક મળશે.


ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજી વખત ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. આ પહેલા વર્ષ 1992માં પ્રથમ વખત આ ફોર્મેટમાં વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજી વખત વર્ષ 2019માં આ ફોર્મેટ હેઠળ ODI વર્લ્ડમાં મેચો રમાઈ હતી.


આખરે શું છે  રાઉન્ડ રોબિન ફોર્મેટ ?


આગામી ODI વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ 10 ટીમોને રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એકબીજા સામે રમવાની તક મળશે. આ સ્થિતિમાં તમામ ટીમો કુલ 9 મેચ રમશે. આ રીતે જે ટીમો વધુ મેચ જીતશે અને ટોપ-4માં પોતાનું સ્થાન બનાવશે, તેઓ સીધા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.


ત્યારબાદ નોકઆઉટ મેચનું આયોજન શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં નંબર-1ની ટીમ નંબર-4નો સામનો કરશે, જ્યારે નંબર-2નો મુકાબલો નંબર-3 સાથે સેમીફાઈનલમાં થશે. જેમાં જીત મેળવનારી ટીમો ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.


આ ફોર્મેટ હેઠળ રમાઈ રહેલી ટૂર્નામેન્ટને કારણે તમામ ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ટીમ માટે દરેક મેચ મહત્વની હોવાની સાથે ટોપ-4માં સ્થાન મેળવવા માટે પણ રોમાંચક જંગ જોવા મળે છે.



ભારતનું આવું રહ્યું છે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં પ્રદર્શન 


રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. વર્ષ 1992માં જ્યારે આ ફોર્મેટમાં પ્રથમ વખત ટૂર્નામેન્ટ રમાઈ ત્યારે ભારત ટોપ-4માં પણ જગ્યા બનાવી શક્યું ન હતું. બીજી તરફ વર્ષ 2019માં જ્યારે બીજી વખત રાઉન્ડ રોબિન ફોર્મેટમાં ODI વર્લ્ડ કપ રમાયો હતો, ત્યારે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર સાથે ભારતીય ટીમની સફરનો અંત આવ્યો હતો.


આ 10 શહેરોના સ્ટેડિયમમાં ODI વર્લ્ડ કપ 2023ની મેચોનું આયોજન કરવામાં આવશે



  1. અમદાવાદ - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

  2. બેંગલુરુ - એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ

  3. ચેન્નાઈ - એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ

  4. દિલ્હી - અરુણ જેટલી સ્ટેડિયમ

  5. ધર્મશાલા - હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

  6. લખનૌ - એકાના ક્રિકેટ સ્ટેડિયમ

  7. હૈદરાબાદ - રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ

  8. પુણે - મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

  9. કોલકાતા - ઈડન ગાર્ડન્સ

  10. મુંબઈ - વાનખેડે સ્ટેડિયમ     


Join Us on Telegram: https://t.me/abpasmitaofficial