RCB vs MI Score: બેંગ્લુરુએ મુંબઈને 8 વિકેટથી હરાવ્યું, કોહલી-ડુપ્લેસિસની તોફાની ઈનિંગ

IPL 2023ની પાંચમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.  બેંગ્લુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 02 Apr 2023 11:08 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023 Live Cricket Score RCB vs MI: IPL 2023ની પાંચમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.  બેંગ્લુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે....More

બેંગ્લુરુએ મુંબઈને 8 વિકેટથી હરાવ્યું

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને IPLની પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  દ્વારા 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની ટીમે 16.2 ઓવરમાં બે વિકેટે 172 રન બનાવીને મેચ જીતી લીધી હતી.