રાજસ્થાનની ટીમે બેંગલોરને જીત માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાને 2 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા.  રાજસ્થાન તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. આ સિવાય રાહુલ તેવટિયાએ 40 અને રિયાન પરાગે 25 રનનું યોગદાન આપ્યું હતું. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ ઝડપી હતી. શરૂઆતમાં વિકેટો ગુમાવ્યા બાદ રાજસ્થાનની ટીમે સારો સ્કોર બનાવ્યો હતો.



રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 14 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોસ બટલરે 8 બોલમાં 8 રન કર્યા હતા. તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી 16 રનના સ્કોરે મનન વોહરા આઉટ થયો હતો.


રાજસ્થાન  પ્લેઈંગ-11: જોસ બટલર , મનન વોહરા, ડેવિડ મિલર, સંજુ સેમસન , રિયાન પરાગ, શિવમ દુબે, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, ચેતન સાકરિયા અને મુસ્તફિઝુર રહેમાન


બેંગલોર પ્લેઈંગ-11: વિરાટ કોહલી , દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કાઈલ જેમિસન, કેન રિચાર્ડસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ