RR vs RCB: રાજસ્થાને રોમાંચક મેચમાં આરસીબીને 4 વિકેટે હરાવ્યું

RR vs RCB Live Score IPL 2024 Eliminator: IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તમે આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 22 May 2024 11:33 PM

બ્રેકગ્રાઉન્ડ

RR vs RCB Live Score IPL 2024 Eliminator:  IPL 2024 ની એલિમિનેટર મેચ બુધવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે...More

રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ આ જીત સાથે બીજા ક્વોલિફાયરમાં પહોંચી ગઈ છે. હવે તે 24મી મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. એલિમિનેટરમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.