Russell Domingo Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રસેલ ડોમિંગોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

  તેમનો કાર્યકાળ વર્લ્ડ કપ 2023 સુધી ચાલવાનો હતો. પરંતુ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મળેલી હાર બાદ આ નિર્ણય લીધો છે. તે સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશી ટીમ સાથે મુખ્ય કોચ તરીકે જોડાયા હતા. સ્ટીવ રોડ્સની જગ્યાએ ડોમિંગોની પસંદગી કરવામાં આવી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ જલાલ યુનુસે આ અંગે પ્રતિક્રિયા આપી છે.






બાંગ્લાદેશના મુખ્ય કોચ ડોમિંગોએ તેમનો કાર્યકાળ પૂરો કર્યા વિના રાજીનામું આપી દીધું છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, તેમનો કાર્યકાળ 2023 વર્લ્ડ કપ સુધી ચાલવાનો હતો. પરંતુ તેમણે પહેલા જ રાજીનામું આપી દીધું છે. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ ચેરમેન જલાલ યુનુસે આ વાતની પુષ્ટી કરી છે. ડોમિંગોના રાજીનામા પર તેમણે કહ્યું કે, તેમણે મંગળવારે જ પોતાનું રાજીનામું મોકલી દીધું અને તાત્કાલિક અસરથી પદ છોડી દીધું.


બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસને સોમવારે સંકેત આપ્યો કે તેઓ ડોમિંગોના પ્રદર્શનથી ખુશ નથી. Cricbuzz અનુસાર, તેમણે કહ્યું હતું કે, "અમે લાંબા ગાળાની યોજના સાથે આગળ વધવા માંગીએ છીએ, શોર્ટ ટર્મ પ્લાન નથી જોઈતા." આ ત્રણથી ચાર વર્ષની યોજના છે અને આ સમય દરમિયાન જરૂર મુજબ ફેરફારો કરવામાં આવશે.


બાંગ્લાદેશે ડોમિંગોના કોચિંગ હેઠળ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે T20I શ્રેણી જીતી જ્યારે ન્યુઝીલેન્ડમાં ટેસ્ટ વિજય અને દક્ષિણ આફ્રિકામાં વન-ડે મેચમા વિજય પણ હાંસલ કર્યો. પરંતુ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા તેણે વનડે શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.


Cricket Record: વર્લ્ડ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર બની આ ઘટના, પાકિસ્તાનના આ બેટ્સમેને મેળવી અનોખી સિદ્ધી


કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં મેચના બીજા દિવસ સુધી બે સદી ફટકારવામાં આવી છે અને બંને પાકિસ્તાનના બેટ્સમેનો તરફથી આવી છે. બીજી સદી આગા સલમાનના બેટમાંથી આવી. સલમાને સદી ફટકારતાની સાથે જ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો. સલમાનના બેટમાંથી નીકળેલી સદી 2022ની અત્યાર સુધીની 200મી સદી છે. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 સદી ફટકારવામાં આવી હોય. સલમાનની કારકિર્દીની આ પ્રથમ ટેસ્ટ સદી છે. તેણે 11 ઇનિંગ્સ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી છે. સલમાને 155 બોલમાં 127 ચોગ્ગાની મદદથી 66.45ના સ્ટ્રાઈક રેટ સાથે 103 રનની પ્રથમ સદીની ઇનિંગ રમી હતી