નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. ટીમ ઇન્ડિયાનો પ્રયાસ સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમ વાર ટેસ્ટ સીરિઝ જીતવાનો રહેશે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે. વાસ્તવમાં કોહલી ટેસ્ટ ક્રિકેટમાં આઠ હજાર રન પુરા કરવાથી 199 રન દૂર છે. 33 વર્ષના વિરાટ આ સિદ્ધિ હાંસલ કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની જશે. સચિન તેડુંલકર, રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ અને વિરેન્દ્ર સહેવાગ આઠ હજાર રન ટેસ્ટ રન સુધી પહોંચનાર પાંચ ભારતીય છે. કોહલી જેણે બે વર્ષમાં એક પણ ટેસ્ટ સદી ફટકારી નથી. કોહલી સૌથી ઝડપથી આઠ હજાર રન પહોંચનાર ભારતીય બની શકે છે. જો તે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 199 અથવા તેનાથી વધુ રન બનાવી લે છે.


કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન બનાવનાર 33મો બેટ્સમેન હનશે. કોહલીએ અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી છે અને 50.65ની સરેરાશથી 7801 રન બનાવ્યા છે. તે સ્ટીવ સ્મિથ, એલન બોર્ડર અને ગ્રીમ સ્મિથની સાથે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારની યાદીમાં સંયુક્ત રીતે 17મા સ્થાન પર છે.


ભારત તરફથી કોહલી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવા મામલે ચૌથા નંબર પર છે. કોહલીએ સાઉથ આફઅરિકામાં પાંચ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 55.80ની એવરેજથી 558 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ બે સદી અને બે અડધી સદી ફટકારી છે.


કયા દેશમાં હવે દરેકને એક ગ્લાસ વધારે દૂધ પીવુ પડશે, કેમ ખુદ વડાપ્રધાને આપ્યો આવો આદેશ, જાણો વિગતે


 


Omicron Variant: દેશનાં આ રાજ્યમાં 'ઓમિક્રોન વિસ્ફોટ', એક જ દિવસમાં 33 નવા કેસ મળતા ખળભળાટ


 


કોરોના સંક્રમણ ફરીથી વધતાં ઓફલાઇન શિક્ષણ મુદ્દે જીતુ વાઘાણીએ શું કરી મોટી જાહેરાત?


 


India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, જાણો ઓમિક્રોનના કેસ કેટલા થયા ?