SA vs NZ Semi Final 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિ ફાઇનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 363 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. કેન વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદીઓ પછી, ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે ડેથ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરી. જોકે, મિશેલ અને ફિલિપ્સ બંને પોતપોતાની અડધી સદીથી 1-1 રન દૂર રહ્યા. આ ઇનિંગ (362) ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર પણ બની ગઈ.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વિલ યંગ અને રચિન રવિન્દ્રએ ધીમી શરૂઆત કરી. ન્યૂઝીલેન્ડને શરૂઆતમાં જ વિલ યંગના રૂપમાં ફટકો પડ્યો, જેને લુંગી ન્ગીડીએ આઉટ કર્યો. આ પછી રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસને દક્ષિણ આફ્રિકાના બોલરોને વિકેટ માટે ઝંખતા કર્યા. રચિન રવિન્દ્રએ શાનદાર સદી ફટકારી, તેણે 101 બોલમાં 108 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
કેન વિલિયમસને ઐતિહાસિક સદી ફટકારી, 19 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કર્યા
કેન વિલિયમસને પણ પોતાની સદી પૂર્ણ કરી. તેણે 94 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા. આ દરમિયાન વિલિયમસને પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના 19 હજાર રન પણ પૂરા કર્યા. તે આવું કરનારો પ્રથમ ન્યુઝીલેન્ડનો ખેલાડી બન્યો છે.
ગ્લેન ફિલિપ્સ અને ડેરિલ મિશેલે ડેથ ઓવરોમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી
ડેરિલ મિશેલે છેલ્લી ઓવરોમાં શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમનો સ્કોર 300 ને પાર પહોંચાડ્યો. જોકે, તે પોતાની અડધી સદીથી 1 રન દૂર રહ્યો. તે 37 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો, આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન
ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરમ, રાયન રિકેલ્ટન, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, માર્કો યાન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એન્ગિડી.
ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન
મિચેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવીન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાયલ જેમીસન અને વિલિયમ ઓ'રોર્ક.
આ પણ વાંચો...