Sachin Tendulkar ODI Double Hundred: ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે 13 વર્ષ પહેલાં આ દિવસે વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. 24 ફેબ્રુઆરી, 2010 ના રોજ સચિને વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર  પ્રથમ બેટ્સમેન બન્યો હતો.  સચિને દક્ષિણ આફ્રિકા સામે રમતી વખતે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં તેંડુલકરે 25 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 147 બોલમાં 200 રનની અણનમ ઇનિંગ્સ બનાવ્યા હતા.






બીસીસીઆઈએ ખાસ વીડિયો શેર કર્યો


સચિન તેંડુલકરની આ વિશેષ બેવડી સદીને યાદ કરીને બીસીસીઆઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તેંડુલકરની ડબલ સદી પૂર્ણ કરવાની એક ઝલક દેખાય છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે "2010 માં સચિન તેંડુલકરે આ દિવસે વનડે ક્રિકેટમાં પ્રથમ ડબલ સદી ફટકારીને ઇતિહાસ બનાવ્યો હતો."


જો તમે ફરીથી સચિનની આ ઇનિંગ્સ જોવા માંગતા હોવ તો બીસીસીઆઈએ એક લિંક શેર કરવામાં આવી હતી, જેમાં તેંડુલકરની ઇનિંગ્સ સંપૂર્ણ હાઇલાઇટ્સ બતાવવામાં આવી છે. વનડે સિવાય, સચિને ટેસ્ટ ક્રિકેટમાં બેવડી ફટકારી છે.


સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં કુલ 200 ટેસ્ટ, 463 વનડે અને 1 ટી- 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 53.79 ની સરેરાશથી 15921 રન બનાવ્યા છે. આમાં, તેણે 51 સદીઓ અને 68 અડધી સદી ફટકારી છે. જેમાં છ બેવડી સદી પણ સામેલ છે. વનડેમાં તેણે 44.83 ની સરેરાશથી 18426 રન બનાવ્યા છે. આમાં, તેણે કુલ 49 સદીઓ અને  96 અડધી સદી છે. તેમાં ડબલ સદી પણ સામેલ છે.


Border-Gavaskar Trophy: વિશ્વાસ રાખો... આગામી ટેસ્ટમાં ભારતને જોરદાર ટક્કર આપશે ઓસ્ટ્રેલિયા -ગ્લેન મેક્સવેલ


Border-Gavaskar Trophy: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે ભારતમાં જ ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ બે મેચો રમાઇ ચૂકી છે, જેમાં રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને જબદસ્ત માત આપીને સીરીઝમાં પહેલાથી 2-0થી લીડ બનાવી લીધી છે, હવે ત્રીજી ટેસ્ટ પહેલા નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. કાંગારુ ટીમની સળંગ બે કારમી હાર બાદ દિગ્ગજો ઓસ્ટ્રેલિયન ટીમને ઘેરી રહ્યા છે, ત્યારે સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ટીમના સાથી ખેલાડીઓના સપોર્ટમાં આવ્યો છે. 


ઇન્દોર ટેસ્ટ પહેલા ગ્લેન મેક્સવેલે કહ્યું કે, અમે બન્ને ટેસ્ટ મેચ ભલે હાર્યા હવે ત્રીજી ટેસ્ટમાં જોરદાર ટક્કર આપીશુ. તેને કહ્યું કે, દિલ્હી ટેસ્ટમાં અમે ત્રીજા દિવસની શરૂઆત સુધી આગળ હતા, પરંતુ બાદમાં બધુ ઠીક ના રહ્યું, કોઇપણ સમયે ટેસ્ટમાં આપણે આગળ હોઇએ તો પ્રતિક છે કે અમે બરાબર કરી રહ્યાં છીએ, હું ચોક્કસ રીતે કહી શકુ છે કે, આગામી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતને જોરદાર ટક્કર આપશે, કંઇક સારુ કરવા માટે વિશ્વાસ રાખો. અમે જોરદાર વાપસી કરીશું