મુંબઇઃ દુનિયાના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે લૉકડાઉનમાં એક જુનો વિવાદ પતાવી દીધો છે. સચિન તેંદુલકરે ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટમાં ઓસ્ટ્રેલિયાની બેટ બનાવનારી કંપની સ્પાર્ટનની સાથે ચાલી રહેલો કાયદેસરનો કેસ સૉલ્વ કરી દીધો છે. સચિને 2016માં સ્પાર્ટનના સામાનને પ્રમોટ કરવા માટે કૉન્ટ્રાક્ટ કર્યો હતો.

સચિને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેને કરારના નિયમોનુ પાલન નથી કર્યુ, અને સાથે સાથે કંપનીએ બેટ્સમેનને રૉયલ્ટી અને એન્ડોર્સમેન્ટ ફી પણ નથી આપી, જે બન્ને વચ્ચે નક્કી કરેલી હતી. એટલું જ નહીં કરાર રદ્દ રદ્દ થયા બાદ પણ તેના નામનો ઉપયોગ કરતી રહી હતી.

સચિન પોતાના દાવામાં સ્પાર્ટન કંપની અને તેના નિર્દેશક કૃણાલ શર્માની તથા લેસ ગલાબ્રે્ત પર કરાર તોડવા, ખરાબ વ્યવહાર, ઓર્ડર પપેરને રદ્દ કરવાની સાથે સાથે તેંદુલકરનો ટ્રેડ માર્ક જેમાં સચિન પોતાના સ્ક્વેરકટ રમતો દેખાઇ રહ્યો હોય તેને રદ્દ કરવાની વાત કહી હતી.



સેટલમેન્ટ અનુસાર, સ્પાર્ટનની કેટલીક કંપનીઓએ પોતાની ઉપર લાગેલા આરોપોને કબુલ કરી લીધા છે, અને કોર્ટના આદેશના માનવાની વાત કહી છે. જેમાં સચિનનુ નામ, ફોટો અને સચિનના નામ મોટે ખોટુ એન્ડોર્સમેન્ટ ના સામેલ કરવાનુ છે. સ્પાર્ટને સાથે જ સચિનની તસવીર વાળા રજિસ્ટ્રેશન ટ્રેડમાર્કને પણ રદ્દ કરી દીધો છે.

લેસે કંપની તરફથી કહ્યું કે સ્પાર્ટન સચિનના તેના સ્પોન્સરશીપ કરારના ઉલ્લંઘનને લઇને માફી માગે છે, અને સચિનને આ મામલો પુરો થવા સુધી ધૈર્ય રાખવા માટે ધન્યવાદ આપે છે, સ્પાર્ટન કંપની જાહેરમાં આ કબુલ કરે છે કે તેનુ સચિનની સાથે 17 સપ્ટેમ્બર 2018 બાદ કોઇ કરાર નથી.