Jasprit Bumrah Yuvraj Singh Sachin Tendulkar England vs India:  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમા 416 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટના નુકસાન પર 84 રન બનાવ્યા છે. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 16 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન ફટકાર્યા હતા. બુમરાહની આક્રમક બેટિંગ જોઈને સચિન તેંડુલકરને યુવરાજ સિંહની યાદ આવી ગઈ હતી. તેણે આ અંગે એક ટ્વિટ કરી બુમરાહની પ્રશંસા કરી હતી.






જસપ્રીત બુમરાહે 16 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેણે બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. જ્યારે આ પહેલા વર્ષ 2007માં યુવરાજ સિંહે બ્રોડની એક ઓવરમાં 6 સિક્સરની મદદથી 36 રન બનાવ્યા હતા. તેનો ઉલ્લેખ કરીને સચિને ટ્વિટ કર્યું હતું. સચિને બુમરાહના ફોટાની સાથે કેપ્શન લખ્યું, “આ યુવી છે કે બુમરાહ? મને 2007 ની યાદ અપાવે છે..."


ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી પ્રથમ ઇનિંગમાં રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. પંતે 111 બોલમાં 146 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 20 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે જાડેજાએ 194 બોલમાં 104 રન ફટકાર્યા હતા. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતે પ્રથમ ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા.


Alaska : અલાસ્કામાં ટાઇટેનિક જેવી ઘટના બનતા રહી ગઈ, બરફના મોટા ટુકડા સાથે અથડાયું જહાજ, જુઓ વિડીયો


Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ


Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 


જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું


Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ