Sachin Tendulkar VIDEO India Legends vs New Zealand Legends: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તેણે તેની કારકિર્દીમાં ઘણા શાનદાર શોટ્સ પણ રમ્યા, જેને જોઈને યુવા ખેલાડીઓ શીખે છે. હાલમાં જ સચિનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે બેસ્ટ શોટ રમતા જોવા મળી રહ્યો છે. સચિન રોડ સેફ્ટી સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સ ટીમમાં રમી રહ્યો છે. જ્યાં ન્યુઝિલેન્ડ લિજેન્ડ્સ ટીમ સામે યોજાયેલી એક મેચમાં સચિને આ શોટ્સ રમ્યો હતો.


સચિને ઇનિંગ દરમિયાન શાનદાર શોટ રમ્યોઃ


રોડ સેફ્ટી સિરીઝ 2022ની 12મી મેચ ઇન્ડિયા લિજેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમે 5.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 49 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ થઈ શકી ન હતી. આ મેચ દરમિયાન સચિને માત્ર 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. સચિને ઇનિંગ દરમિયાન શાનદાર શોટ રમ્યો હતો. તે ખૂબ જ મુશ્કેલ શોટ હતો, પરંતુ સચિને તેને બહુ સરળતાથી રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો હતો. સચિનના આ શાનદાર શોટ્સ દરમિયાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.






ભારત અત્યાર સુધીમાં ત્રણ મેચ રમ્યુંઃ


નોંધપાત્ર વાત એ છે કે, રોડ સેફ્ટી સિરીઝમાં ભારત અત્યાર સુધીમાં ત્રણ મેચ રમ્યું છે. આ દરમિયાન ઇન્ડિયા લિજેન્ડ્સે પ્રથમ મેચ 61 રને જીતી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકા લિજેન્ડ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી ન હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ સામે હતી. ઈન્ડિયા લિજેન્ડ્સની આગામી મેચ ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ સામે છે, જે 22 સપ્ટેમ્બરે રમાશે.


આ પણ વાંચો....


T20: ઓસ્ટ્રેલિયા સામે રોહિત સોંપી શકે છે વિરાટને આ મોટી જવાબદારી, જાણો શું કરતો દેખાશે મેદાનમાં