મુંબઇઃ ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેનોમાં જેનુ નામ સૌથી ઉપર રહે એવા સ્ટાર ક્રિકેટર સચિન તેંદુલકર આજકાલ ચર્ચામાં છે. સચિને તેંદુલકર હવે પોતાની જુની અને પહેલી મારુતિ 800 કારને શોધી રહ્યો છે. પોતાના કલેક્શનમાં મોંઘી મોંઘી કાર રાખનારા સચિનને હવે પોતાની જુની અને પહેલી મારુતિ 800ની યાદ આવી છે, અને આ માટે સચિને ફેન્સને તેના માલિકને શોધવા માટે અપીલ કરી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સચિને કહ્યું કે, તે પોતાની સૌથી પહેલી કાર મારુતિ 800ને પાછી મેળવવા માગે છે, કેમકે ક્રિકેટર બન્યા બાદ તેને પહેલી વાર પોતાની ખુદની કમાણીથી આને ખરીદી હતી. આને પાછી લેવા માટે સચિન હવે દેશની જનતાને અને ફેન્સ પાસે મદદ પણ માંગી રહ્યો છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન આના વિશે વાત કરતા સચિને કહ્યુ કે મારી પહેલી કાર મારુતિ 800 હતી. દુર્ભાગ્યથી હવે આ મારી પાસે નથી. હું ફરીથી તેને પાછી મેળવવા માંગીશ, એટલા માટે જે લોકો મને સાંભળી રહ્યાં છે, તે બેફિકર થઇને મારો સંપર્ક કરે.



સચિને જણાવ્યુ કે, કે ગાડીઓને લઇને પોતાનો બાળપણનો પ્રેમ કેવી રીતે વધવા લાગ્યો હતો. કેમકે તેના ઘરની પાસે એક સિનેમા હૉલ હતો, જ્યાં લોકો પોતાની મોંઘી કારમાં આવતા હતા. સચિને જણાવ્યુ કે, કેટલાક કલાકો સુધી તે પોતાના ભાઇ સાથે બાલ્કનીમાં ઉભો રહીને તે ગાડીઓને જોયા કરતો હતો.