Salim Durani Death: ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ચાહકોને માટે આજે રવિવારે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રવિવારે 2જી એપ્રિલે સવારે ટીમ ઇન્ડિયાના ધાકડ ક્રિકેટરનુ નિધન થયાના સામાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાનીનું નિધન થઇ ગયુ છે. તેને અંતિમ શ્વાસ ગુજરાતના જામનગરમાં લીધા. તે 88 વર્ષના હતા અને કેન્સર સામે લડી રહ્યાં હતા, જોકે, આખરે આ જંગ તેઓ હારી ગયા છે. ખાસ વાત છે કે, સલીમ દુર્રાની અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મ્યા હતા અને ભારત માટે તેમને વર્ષો સુધી ક્રિકેટ રમી હતી. આની સાથે સલીમ દુર્રાની પહેલો એવો ભારતીય ક્રિકેટર હતો, જેને અર્જૂન એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.  


ઉલ્લેખનીય છે કે, કાબુલમાં જન્મેલા સલીમ દુર્રાનીએ ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ 1 જાન્યુઆરી, 1960ના દિવસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમી હતી. આ તેની ડેબ્યૂ મેચ હતી. દુર્રાની લગભગ 13 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમ્યા છે. આ દરમિયાન તેણે 29 ટેસ્ટમાં 25.04ની એવરેજથી બેટિંગ કરીને 1202 રન બનાવ્યા છે, જેમાં તેમને 1 સદી અને 7 અડધી સદી ફટકારી હતી. તે એવો બેટ્સમેન હતો જે ચાહકોની માંગ પર સિક્સર ફટકારતો હતો. આ સિવાય સલીમે બૉલિંગમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 75 વિકેટ પણ લીધી છે. તે ડાબોડી સ્પિન બૉલર હતો. સલીમ દુરાનીએ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ 06 ફેબ્રુઆરી 1973ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમી હતી.


બૉલીવુડમાં પણ કરી ચૂક્યા છે કામ - 
સલીમ દુર્રાની તેમના જબરદસ્ત લૂક્સ માટે પણ જાણીતા હતા. તેણે બૉલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. 1973માં સલીમે ચરિત્ર નામની ફિલ્મમાં કામ કર્યું હતું. તે ફિલ્મમાં દુર્રાનીએ તત્કાલીન સ્ટાર અભિનેત્રી પરવીન બાબી સાથે કામ કર્યું હતું. આ સિવાય સલીમને 2011માં બીસીસીઆઈ દ્વારા સીકે ​​નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.


 


LSG vs DC: દિલ્હીને મોટા માર્જિનથી હરાવ્યા બાદ લખનૌના કેપ્ટન કેએલ રાહુલે શું કહ્યું?


KL Rahul on LSG Win: ત્રીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. અહીં લખનૌએ એકતરફી ગેમ જીતી હતી.


શનિવારે (1 એપ્રિલ) રાત્રે રમાયેલી IPL 2023 મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ મોટા માર્જિનથી જીત મેળવી હતી. લખનૌની ટીમે દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ વિન્ડીઝના બેટ્સમેન કાયલ મેયર્સ દ્વારા 73 રનની ધમાકેદાર ઇનિંગને કારણે 193 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને બાદમાં માર્ક વુડની શાનદાર બોલિંગ (14/5)ની મદદથી દિલ્હીને માત્ર 143 રનમાં રોકી દીધું હતું. આ જોરદાર જીત બાદ એલએસજીના કેપ્ટન કેએલ રાહુલે પોતાના બંને ખેલાડીઓના વખાણ કર્યા હતા.


 'અમે 25થી 30 રન વધુ બનાવ્યા'


મેચ બાદ કેએલ રાહુલે પહેલા પોતાના બેટ્સમેનોના વખાણ કર્યા અને કહ્યું, 'અમને પિચ વિશે વધારે ખબર નહોતી. મને લાગે છે કે અમે આ પિચ પર જેટલા રન બનાવ્યા હતા તેના કરતા અમે 25-30 રન વધુ બનાવ્યા છે. કાયલ મેયર્સે જે રીતે બેટિંગ કરી અને પછી જે અભિગમ સાથે બાકીના બેટ્સમેનોએ સ્પિનરો પર હુમલો કર્યો, તેના કારણે આ સારા સ્કોર સુધી પહોંચી શકાયું.


પછી વિચાર્યું કે બેટ્સમેનોને મદદ મળશે પણ...'


આ પછી કેએલ રાહુલે પણ પોતાની ટીમની બોલિંગની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, 'ગ્રાઉન્ડ એવરેજ હતું અને મને લાગ્યું કે પીચ બેટ્સમેનો માટે સારી બનશે પરંતુ અમારા બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. તે માર્ક વૂડનો દિવસ હતો. તેને જે રીતે બોલિગ કરી તેવી રીતે કરવાનું દરેક ફાસ્ટ બોલરનું સપનું હોય છે.. જ્યારે કોઈ ખેલાડી ફોર્મમાં  હોય અને આવું પ્રદર્શન આપે તો ટીમ માટે સારા પરિણામો આવે જ  છે.


કેએલ રાહુલે પણ કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ જીત છે. અમે અહીંથી આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું. T20 ક્રિકેટ એવી મેચ  છે કે જેમાં દરરોજ તમારે શરૂઆતથી શરૂઆત કરવી પડે છે.