Ranji Trophy 2025 Saurashtra vs Delhi: રણજી ટ્રોફી 2024-25ની મેચમાં સૌરાષ્ટ્રે દિલ્હીને ખરાબ રીતે હરાવ્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં સૌરાષ્ટ્રે દિલ્હીની સામે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી ઋષભ પંત દિલ્હી તરફથી રમી રહ્યો હતો. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. ઋષભ પંત ફ્લોપ રહ્યો હતો. પરંતુ રવિન્દ્ર જાડેજાએ કમાલ કર્યો છે. રવિંદ્ર જાડેજાએ પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી અને બીજા દાવમાં 7 વિકેટ ઝડપી હતી.


દિલ્હીની ટીમ પ્રથમ દાવમાં 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન યશ ધુલે 44 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. મયંક ગુસૈને 38 રનની અણનમ ઇનિંગ રમી હતી. બીજા દાવમાં ટીમની હાલત વધુ ખરાબ હતી. તે 94 રનના સ્કોર પર સિમિત રહી ગઈ. આ ઇનિંગમાં કેપ્ટન આયુષ બદોનીએ 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઋષભ પંત 17 રન બનાવીને આઉટ થયો હતો.


સૌરાષ્ટ્રે મુંબઈને 10 વિકેટે હરાવ્યું -


મુંબઈ સામે સૌરાષ્ટ્રે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 271 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્વિક દેસાઈએ 93 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. અર્પિતે અડધી સદી ફટકારીને 62 રનની ઇનિંગ રમી હતી. આ પછી સૌરાષ્ટ્રે બીજા દાવમાં માત્ર 15 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમે આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી.






જાડેજાએ હિટ અને પંત ફ્લોપ -


સૌરાષ્ટ્રનો ખેલાડી રવિન્દ્ર જાડેજા હિટ રહ્યો હતો. તેણે દિલ્હીની પ્રથમ ઇનિંગ દરમિયાન 5 વિકેટ ઝડપી હતી. તેણે 17.4 ઓવરમાં 66 રન આપ્યા હતા. તેણે બીજા દાવમાં પણ ઘાતક બોલિંગ કરી અને 7 વિકેટ લીધી હતી. આ સાથે સૌરાષ્ટ્રના પ્રથમ દાવ દરમિયાન 38 રન પણ બનાવ્યા હતા. પરંતુ દિલ્હીનો ખેલાડી ઋષભ પંત કંઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તે પ્રથમ દાવમાં માત્ર 1 રન અને બીજા દાવમાં પણ 17 રન બનાવીને આઉટ થયો હતો.  ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાએ રણજી ટ્રોફી 2025માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.                


IND vs ENG: બીજી T20 મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, ટીમમાં થયો બદલાવ