ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન 19 ફેબ્રુઆરીથી થવાનું છે. ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ODI ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ માટે 7 ટીમોએ પોતાની ટીમની પણ જાહેરાત કરી છે. આ દરમિયાન ICCએ વર્ષ 2024 માટે તેની ODI ટીમ ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટીમમાં એક પણ ખેલાડી ટીમ ઈન્ડિયાનો નથી. ICCએ ટીમમાં પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને તક આપી છે.


શા માટે ભારતીય ખેલાડીઓને તક ન મળી ?


ટીમ ઈન્ડિયાના એક પણ ખેલાડીને આ વખતે ICC ODI ટીમમાં તક મળી નથી કારણ કે ભારતીય ટીમે વર્ષ 2024માં માત્ર ત્રણ ODI મેચ રમી છે. જ્યાં ભારતીય ટીમ એક પણ વનડે મેચ જીતી શકી નથી. આ ઉપરાંત, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના મોટાભાગના ખેલાડીઓ આ યાદીમાં છે કારણ કે તેઓએ વર્ષ 2024માં ઘણી બધી વનડે મેચ રમી છે. શ્રીલંકાના ચરિથ અસલંકાને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.


કયા દેશના કેટલા ખેલાડીઓ સામેલ છે ?


ICC ODI ટીમમાં શ્રીલંકાના ચાર, પાકિસ્તાનના ત્રણ, અફઘાનિસ્તાનના ત્રણ અને વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીને તક મળી છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસને ટીમમાં વિકેટકીપરની ભૂમિકા આપવામાં આવી છે. ફાસ્ટ બોલિંગમાં પાકિસ્તાનનો દબદબો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ ફાસ્ટ બોલિંગ યુનિટ સંભાળી રહ્યા છે. આ ટીમમાં એશિયાના 10 ખેલાડીઓ છે.



ICC ODI ટીમ ઓફ ધ યર 2024


સૈમ અયુબ, રહમાનુલ્લાહ ગુરબાઝ, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, શેરફેન રદરફોર્ડ, અઝમતુલ્લા ઉમરઝઈ, વાનિન્દુ હસરંગા, શાહીન શાહ આફ્રિદી, હારિસ રઉફ, અલ્લાહ ગઝનફર. 


જો ચેન્નાઈમાં રમાનારી બીજી ટી20માં ત્રણ સ્પિનરોને તક મળે, તો ટીમ ઈન્ડિયા એ જ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. ટીમ ઈન્ડિયાએ ઈડન ગાર્ડન્સમાં જે પ્લેઈંગ ઈલેવન સાથે પહેલી ટી20 રમી હતી તે જ પ્લેઈંગ ઈલેવન ચેન્નાઈમાં પણ જોઈ શકાય છે.


ચેન્નાઈ ટી20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન


અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.


આ પણ વાંચો...


યુઝવેન્દ્ર ચહલ બાદ વધુ એક ભારતીય ક્રિકેટરના છૂટાછેડાની ઉડી અફવા, શું 20 વર્ષ બાદ તેઓ થઇ રહ્યા છે અલગ?