નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની 31મી મેચ શારજહાંના મેદાનમાં રમાઇ, મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે કોહલીની આરસીબીને આઠ વિકેટે માત આપી. આ સિઝનમાં પંજાબની આ બીજી જીત છે. આ મેચમાં પંજાબના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ એક ખાસ કારનામુ કર્યુ, તેને એક જ ઓવરમાં વિરાટ કોહલી અને ડિવિલિયર્સને આઉટ કરીને એક ખાસ રેકોર્ડને પોતાના નામ કરી લીધો છે. ખરેખરમાં, મોહમ્મદ શમી એક જ ઓવરમાં આ બન્ને ખેલાડીઓને આઉટ કરનારો 8મો બૉલર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, શમીએ બેંગ્લૉરની ઇનિંગ દરમિયાન 18મી ઓવરમાં આ કારનામુ કર્યુ, આ ઓવરમાં ત્રીજા બૉલ પર પહેલા તેને ડિવિલિયર્સને કેચ આઉટ કર્યો, ત્યારબાદ પાંચમા બૉલ પર શમીએ કોહલીને પણ સ્ટમ્પ પાછળ ઝીલાવી દીધો હતો. આઇપીએલમા કોહલી અને ડિવિલિયર્સને એક જ ઓવરમાં આઉટ કરનારા બૉલરો.... જેક કાલિસ- 2012 ધવલ કુલકર્ણી-2013 આશિષ નેહરા-2015 કૃણાલ પંડ્યા-2016 થિસારા પરેરા-2016 નીતિશ રાણા-2018 શ્રેયસ ગોપાલ-2019 મોહમ્મદ શમી-2020* ઉલ્લેખનીય છે કે રોમાંચક બનેલી આ મેચમાં પંજાબે બેંગ્લૉરને આઠ વિકેટે છેલ્લા બૉલે હાર આપી હતી. પંજાબની આ બીજી જીત છે જ્યારે બેંગ્લૉરની આ ત્રીજી હાર છે. બેંગ્લૉરે પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા, રનોનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે સારી શરૂઆત કરી અને અંતે 8 વિકેટે મેચ જીતી લીધી છે. છેલ્લા બૉલે નિકોલસ પૂરને એક છગ્ગો ફટકારીને મેચમાં પંજાબની જીત અપાવી હતી.