Shardul Thakur New Look Photos: ભારતીય ટીમના ખેલાડીઓની સ્ટાઇલ અને હેરસ્ટાઇલ અવારનવાર ચર્ચામાં રહે છે, હવે આ બધાની વચ્ચે ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરની હેર સ્ટાઇલ ચર્ચામાં આવી છે. ખાસ વાત છે કે, ભારતીય ટીમ હવે ટુંક સમયમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે રવાના થવાની છે, અને અત્યારે રજાઓ મનાવી રહી છે. હાલમાં શાર્દૂલ ઠાકુરે પોતાની સોશ્યલ મીડિયા પૉસ્ટ પર પોતાની હેર સ્ટાઇલની તસવીર શેર કરી છે જે ખુબ ચર્ચામાં છે. આમાં તે એકદમ નવા લૂકમાં જોવા મળી રહ્યો છે. શાર્દૂલ ઠાકુરની નવી હેરસ્ટાઈલ વિરાટ કોહલીની સ્ટાઈલને ટક્કર આપી રહી છે. કોહલી પણ ઘણીવાર નવા લૂક સાથે જોવા મળે છે. શાર્દૂલને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. આ પહેલા શાર્દુલે સોશિયલ મીડિયા પર બીજી કેટલીક તસવીરો શેર કરી છે.
ખરેખરમાં, શાર્દૂલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે નવી હેરસ્ટાઈલ સાથે દેખાઇ રહ્યો છે. શાર્દૂલની આ નવી પૉસ્ટમાં લાખો લોકો લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, તેનો આ લૂક કોહલીના લૂકને ટક્કર આપી રહ્યો છે. એક ફેન્સ શાર્દૂલની તસવીર પર સૂર્યકુમાર યાદવને પણ ટેગ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરીઝ રમાશે. આ પછી ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. 27મી જુલાઈથી શરૂ થશે. આ બંને ટીમો 3જી ઓગસ્ટથી ટી20 સીરીઝ રમશે. ભારતે હાલમાં વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. શાર્દૂલને આ બંનેમાં સ્થાન મળ્યું છે. ટી20 ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
--
Join Our Official Telegram Channel: