Sher E Punjab T20 League: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ભવ્ય સફળતા બાદ હવે પંજાબ પણ પોતાની સ્થાનિક T20 લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 'શેર-એ-પંજાબ T20 લીગ'નું અનાવરણ કર્યું છે. આ લીગ આગામી 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) સ્ટેડિયમ ખાતે રમાશે. લીગ માટે ખેલાડીઓની હરાજી (ઓક્શન) આજે, 9 ઓગસ્ટે યોજાશે, જેમાં 450થી વધુ ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

Continues below advertisement

 

Continues below advertisement

આ લીગમાં કુલ 6 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે અને તે રાઉન્ડ-રોબિન ફોર્મેટ પર રમાશે, જ્યાં દરેક ટીમ 8 લીગ મેચ રમશે. પંજાબના સ્ટાર અને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમતા ખેલાડીઓ અલગ-અલગ ટીમનું નેતૃત્વ કરશે. જેમાં શુભમન ગિલ (ફાઝિલકા ફાલ્કન્સ), અર્શદીપ સિંહ (લુધિયાણા લાયન્સ), અભિષેક શર્મા (અમૃતસર સૂરમાઝ), પ્રભસિમરન સિંહ (જલંધર વોરિયર્સ), રમનદીપ સિંહ (મોહાલી કિંગ્સ) અને ગુરનૂર બ્રાર (બઠિંડા રોયલ્સ) માટે રમતા જોવા મળશે.

આ પણ વાંચો...6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

મુખ્યમંત્રી ભગવંત માને આ લીગને 'પંજાબની પોતાની IPL' ગણાવતા કહ્યું હતું કે, પંજાબે હંમેશા દેશને પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે અને હાલમાં પણ IPLમાં પંજાબના 21 ખેલાડીઓ રમી રહ્યા છે. લીગમાં ભાગ લેનારા તમામ 450થી વધુ ખેલાડીઓ પંજાબના જ હશે, જેમાં અનમોલપ્રીત સિંહ, મયંક માર્કન્ડે, નમન ધીર જેવા જાણીતા નામો પણ સામેલ છે. રાજ્ય સરકાર રમતગમત દ્વારા યુવાનોને નશાની કુટેવથી દૂર રાખવાના હેતુ સાથે આ આયોજન કરી રહી છે.

શેર-એ-પંજાબ T20 લીગમાં સામેલ છ ક્રિકેટ ટીમોના નામ:

  • ફાઝિલકા ફાલ્કન્સ (કેપ્ટન: શુભમન ગિલ)
  • લુધિયાણા લાયન્સ (કેપ્ટન/ખેલાડી: અર્શદીપ સિંહ)
  • અમૃતસર સૂરમાઝ (કેપ્ટન/ખેલાડી: અભિષેક શર્મા)
  • જલંધર વોરિયર્સ (કેપ્ટન/ખેલાડી: પ્રભસિમરન સિંહ)
  • મોહાલી કિંગ્સ (કેપ્ટન/ખેલાડી: રમનદીપ સિંહ)
  • બઠિંડા રોયલ્સ (કેપ્ટન/ખેલાડી: ગુરનૂર બ્રાર)