આસ્ટ્રેલિયા સામે ભારતને મળેલી કારમી હાર બાદ શિખર ધવને કહ્યું કે, જો મને નંબર 3 પર બેટિંગ કરવાનુ કહેતા તો હુ ચોક્કસ બેટિંગ કરતો, હું મારા દેશ માટે ગમે તે કરવા તૈયાર છું.
ધવને કહ્યું કે, મેચમાં તમને ગમે તે નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર રહેવુ પડે, બધા ખેલાડીઓ આ મામલે માનસિક રીતે તૈયાર છે, કેમકે બધા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ ક્રિકેટ દિગ્ગજોએ કોહલીની બેટિંગ પૉઝિશન પર સવાલ ઉઠાવ્યા હતા. કેમકે નંબર ત્રણ પર કોહલીની જગ્યાએ રાહુલને બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. કોહલી નંબર ચાર પર આવ્યો હતો. ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડરમાં ધબડકો થયો હતો.
પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયામાં સર્વાધિક ધવન 74 રન બનાવ્યા હતા, બાદમાં રાહુલ 47, કોહલી 16 જ બનાવી શક્યા હતા.