આને વિરેન્દ્ર સહેવાગની જુની ટિપ્પણીના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે. જેમાં સહેવાગે કહ્યું હતુ કે, શોએબ અખ્તર ભારતીય ક્રિકેટ અને તેમના ક્રિકેટરોની બહુજ પ્રસંશા કરે છે કેમકે તે વધારે પૈસા કમાવવા માગે છે.
'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી જાણીતા શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ ચેનલ પર પૉસ્ટ કરેલા તાજા વીડિયોમાં કહ્યું કે, 'મારી પાસે તારા માથા પરના વાળની સરખામણીમાં વધારે માલ (પૈસા) છે. જો તમે આ વાતનો સ્વીકાર ના કરી શકતા હોય તો આને સમજો. મને શોએબ અખ્તર બનવામાં 15 વર્ષ લાગી ગયા, હા, ભારતમાં મારા મોટી સંખ્યામાં પ્રસંશક છે, પણ મેં તેમની નિંદા પણ કરી જ્યારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડેમાં સારુ ના રમ્યા ત્યારે.'
44 વર્ષીય શોએબ અખ્તરે મુંબઇમાં પ્રથમ વનડેમાં 10 વિકેટથી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની વાપસી પર વિરાટ કોહલીને જબરદસ્ત પ્રસંશા કરી હતી. તેમને પોતાની યુટ્યૂબ ચેનલ (Shoaib100mph) પર કોહલીને 'એક અસામાન્ય નેતૃત્વકર્તા' કહ્યો હતો, કેમકે તે આસાનીથી હાર નથી માનતો.