Shoaib Akhtar reaction India Champions Trophy: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ક્રિકેટ જગતમાં ડંકો વગાડી દીધો છે, અને આ જીત પર પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય સ્પિનરોએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ મોટો સ્કોર નોંધાવી શકી નહીં. ભારતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 15 વર્ષ બાદ ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે અને ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે, ભારતીય ટીમ હવે સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ છે.


શોએબ અખ્તરે પોતાના વીડિયો સંદેશમાં ભારતીય ટીમને અભિનંદન આપતા કહ્યું કે, "ભારત છેલ્લા 10 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ટીમ બની છે. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે પણ ટ્રોફી જીતી હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે. વરુણ ચક્રવર્તીના આગમનથી માંડીને વિરાટ કોહલીના પુનરાગમન સુધી અને રોહિત શર્માએ ફાઇનલમાં જે રીતે બેટિંગ કરી છે તે પ્રશંસનીય છે. ભારતને આ ટ્રોફી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન."






અખ્તરે ફાઇનલમાં ભારતીય બોલિંગની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતના સ્પિનરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા અને તેમને મોટો સ્કોર કરવા દીધો ન હતો. જોકે શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં દેખાતું હતું, પરંતુ ભારતીય બોલરોએ વાપસી કરીને મેચ પર પોતાનો દબદબો જમાવ્યો હતો.


ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને વધુ એક ICC ટ્રોફી પોતાના નામે કરી છે. આ સાથે ભારતની ICC ટ્રોફીની સંખ્યા 7 થઈ ગઈ છે, જેમાં ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. ભારત વિશ્વ ક્રિકેટની ટોચની ટીમોમાંનું એક છે, જેણે 2003 ODI વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2023 ODI વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2019-21 અને 2021-23 સાયકલમાં બે વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.


આ પણ વાંચો...


રોહિત શર્માએ પ્રથમ વખત આવી અડધી સદી ફટકારી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રચ્યો ઈતિહાસ