લાહોરઃ પાકિસ્તાન ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે કહ્યું કે, તે ભારતીય ટીમનો બૉલિંગ કૉચ બનવા માગે છે. સોશ્યલ નેટવર્કિંગ એપલ હેલોને આપેલા ઇન્ટરવ્યૂમાં અખ્તરે પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે જો મને ભારતીય ટીમને બૉલિંગ કૉચિંગ આપવાનો મોકો મળે તો હુ ખુશ થઇશ.

શોએબ અખ્તરને જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન પુછવામાં આવ્યુ કે શું તમે ભારતીય બૉલરોને કૉચિંગ તૈયાર છો. અખ્તરે કહ્યું હા હું એકદમ તૈયાર છું. મારુ કામ અનુભવ શેર કરવાનુ છે, હું હાલના સમયમાં આક્રમક, ફાસ્ટ અને વધુ બોલનારા બૉલરો બનાવી શકુ છુ. મોકો મળે તો હું આ વસ્તુને આગળ વધારીશ.



રાવલપિંડી એક્સપ્રેસના નામતી જાણીતો પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર દુનિયાનો સૌથી ફાસ્ટ બૉલર છે. અખ્તરે એકવાર કબુલ્યુ હતુ કે તે વિરાટ કોહલીની સામે બૉલિંગ કરવા ઇચ્છે છે, જોકે, હવે તે મુશ્કેલ છે, કેમકે અખ્તર રિટાયર્ડ થઇ ચૂક્યો છે. જ્યારે કોહલી હાલે પોતાની બેટિંગથી દુનિયાને મનોરંજન કરી રહ્યો છે.