નવી દિલ્હીઃ રાવલપિંડી એક્સપ્રેસ તરીકે દુનિયાભરમાં જાણીતો થયેલા શોએબ અખ્તરે પોતાની કેરિયરનુ એક મોટુ રાજ ખોલ્યુ છે, પોતાની ઘાતક બૉલિંગથી ભલભલા બેટ્સમેનને ઘૂંટણીયે પાડી દેનારા બૉલરે કહ્યું કે મેં નેટમાં ક્યારેય ઇન્ઝમામને આઉટ નથી કર્યો. 10 વર્ષની નેટ પ્રેક્ટિસમાં તેના માટે આ સૌથી મોટી નિષ્ફળતા છે.
શોએબ અખ્તરે એક વીડિયો પૉડકાસ્ટ દરમિયાન વાત કરતા કહ્યું- પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હક તેના બૉલને સમજવામાં સૌથી હોંશિયાર હતો. અખ્તરના મતે ઇન્ઝમામ તેના બૉલની સ્પીડને આરામથી સમજી લેતો હતો. નેટ્સમાં પણ ક્યારેય ઇન્ઝમામને મારા બૉલને ફટકારવામાં મુશ્કેલી ન હતી પડતી.
અખ્તરે કહ્યું કે તે ઇન્ઝમામ હતો, મારી એક્શન પણ ઠીક બ્રેટલીની જેમ અટપટી છે, પણ હું તે 10 વર્ષોમાં એકવાર પણ ઇન્ઝમામને નેટમાં આઉટ નથી કરી શક્યો, તે મારા બૉલને બીજા અન્ય બૉલરથી ખુબ સારી રીતે ઓળખી લેતો હતો.
અખ્તરે વીડિયો પૉડકાસ્ટમાં બીજા કેટલાય દિગ્ગજ ખેલાડીઓની પ્રસંશા કરી, અખ્તરે રાહુલ દ્રવિડ અને જેક કાલિસની બેટિંગના ભારોભાર વખાણ કર્યા હતા.
અખ્તરે ખોલ્યુ મોટુ રાજ- હું 10 વર્ષમાં નેટમાં આ બેટ્સમેનને ક્યારેય આઉટ નથી કરી શક્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 03:35 PM (IST)
અખ્તરે કહ્યું કે તે ઇન્ઝમામ હતો, મારી એક્શન પણ ઠીક બ્રેટલીની જેમ અટપટી છે, પણ હું તે 10 વર્ષોમાં એકવાર પણ ઇન્ઝમામને નેટમાં આઉટ નથી કરી શક્યો, તે મારા બૉલને બીજા અન્ય બૉલરથી ખુબ સારી રીતે ઓળખી લેતો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -