Shreyas Iyer Comeback Update: એશિયા કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટની 9 મેચ શ્રીલંકામાં અને 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શ્રેયસ અય્યરની વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. શ્રેયસ અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ટીમ ઈન્ડિયા માટે આ સમાચાર એક ઝટકા સમાન છે. 


અય્યર એશિયા કપ 2023માંથી બહાર થઈ શકે છે


શ્રેયસ અય્યર એશિયા કપ 2023માંથી બહાર થઈ શકે છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નહીં. સર્કલ ઓફ ક્રિકેટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, અય્યરને પીઠની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તે બેંગ્લોરની ક્રિકેટ એકેડમીમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે. અય્યરે યૂકેમાં સર્જરી કરાવી હતી. આ વર્ષે એપ્રિલમાં સર્જરી બાદ તે પુનરાગમનની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નહીં.


ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો નહી


શ્રેયસ અય્યર ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી શક્યો ન હતો. આ કારણથી તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે. અય્યરને પીઠમાં સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર  તે આ કારણોસર ઈન્જેક્શન બી લઈ રહ્યો છે. એશિયા કપ 2023 31 ઓગસ્ટથી યોજાવાનો છે. હાલમાં તેમના વાપસી અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.


જણાવી દઈએ કે શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 42 વનડે રમી છે. આ દરમિયાન તેણે 1631 રન બનાવ્યા છે. શ્રેયર અય્યરે આ ફોર્મેટમાં 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. તેણે 10 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 666 રન બનાવ્યા છે. અય્યરે ટેસ્ટમાં એક સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેણે 49 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1043 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 7 અડધી સદી ફટકારી છે.