Team India: ભારતીય ટીમની રમત અને કેપ્ટનશીપની અત્યારે તમામ ફેન્સ ટીકા કરી રહ્યું છે. સતત બીજીવાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર મળ્યા બાદ ખરાબ રણનીતિ અને કેપ્ટનને હટાવવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ગયા વર્ષે વિરાટ કોહલી અને આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં ચેમ્પીયન બનતા રહી ગઇ છે.હાર બાદથી જ ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે રોહિત શર્મા માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રવાસ માટે ટીમની પસંદગી થઈ ગઈ છે અને તેમાં આગામી કેપ્ટનના સંકેતો છુપાયેલા છે.
બીસીસીઆઈએ શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. 2 મેચોની ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરાયેલી ટીમને લઈને કેટલાક કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં એવો નિર્ણય પણ આવ્યો કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ચેતેશ્વર પુજારાને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો અને આનીથી એવો સંકેત પણ મળ્યો છે કે, રોહિત શર્મા હવે આગામી કેપ્ટન તરીકે નહીં રહે.
સિલેક્ટરોએ ઇન્ડિયન પ્રીમિયર લીગ પછી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમમાં પાછા ફરવા માટે આઉટ ઓફ ફેવર અજિંક્ય રહાણેને તક આપી હતી. માત્ર 1 મેચ બાદ તેને ફરીથી વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.. બીસીસીઆઈ આ ખેલાડી પર આટલો ભરોસો દર્શાવે છે તે માત્ર એક જ દિશામાં ઈશારો કરી રહ્યું છે કે, આગામી સમયમાં રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન પદેથી હટાવીને અનુભવી સ્ટાર બેટ્સમેન અજિંક્યે રહાણેને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. BCCI હવે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત કરવા માંગે છે. હાર્દિક પંડ્યા પહેલાથી જ ટી-20માં મોટાભાગની મેચોની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે તેને ટેસ્ટ મેચોમાં પણ સુકાનીપદથી રાહત મળી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ અજિંક્ય રહાણેને આ જવાબદારી આપવામાં આવી શકે છે.
ICC ODI વર્લ્ડકપ પર વધુ ધ્યાન આપવા માટે, BCCI નક્કી કરી શકે છે કે રોહિત શર્મા બંને ફોર્મેટની કેપ્ટનશિપમાંથી મુક્ત રહેશે. હાર્દિક પંડ્યા T20ની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે, અજિંક્ય રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવો જોઈએ. અચાનક ટીમમાં વાપસીની તક આપવી અને પછી તેને ઉપ-કેપ્ટન બનાવવો એ કોઈ સંયોગ નથી.