Shreyas Iyer Nominated ICC Player of the Month: માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થની જાહેરાત ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ યાદીમાં નામાંકિત એકમાત્ર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐય્યર છે. શ્રેયસ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. તેમણે ટુર્નામેન્ટની 5 મેચમાં કુલ 243 રન બનાવ્યા હતા. ત્રણ મેચોમાં તેણે 57.33ની પ્રભાવશાળી સરેરાશથી 172 રન બનાવ્યા હતા.. આ આંકડાઓ તેને ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે મોટો દાવેદાર બનાવે છે.
આ ખેલાડીઓ સાથે સ્પર્ધા છે
ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડની રેસમાં શ્રેયસ ઐય્યર ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને જેકબ ડફી સાથે ટક્કર મળી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં રવિન્દ્ર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 4 મેચમાં 263 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 2 સદીની ઇનિંગ્સ પણ રમી હતી. દરમિયાન પાકિસ્તાન સામેની તાજેતરની T20 શ્રેણીમાં જેકબ ડફી શાનદાર ફોર્મમાં હતો. તેણે પાકિસ્તાન સામે 5 T20 મેચોમાં 8.38 ની ઉત્તમ બોલિંગ સરેરાશથી 13 વિકેટ ઝડપી હતી.
આ શાનદાર પ્રદર્શનને કારણે જેકબ ડફી ટી20 ક્રિકેટમાં નંબર-1 બોલર બની ગયો છે. માર્ચ મહિનામાં ડફીએ પાકિસ્તાન સામેની એક વન-ડે મેચમાં 2 વિકેટ લીધી હતી. આ રીતે તેણે માર્ચ મહિનામાં કુલ 15 વિકેટ લીધી હતી. ભારતના શ્રેયસ વિશે વાત કરીએ તો તેણે IPL 2025માં પોતાની લય જાળવી રાખી છે.
ઐય્યર IPL 2025માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યા છે
શ્રેયસ IPL 2025માં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે. ઐય્યરે વર્તમાન સીઝનમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 3 મેચમાં 159 રન બનાવ્યા છે અને 2 અડધી સદી ફટકારી છે. તેમની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સે 3 માંથી 2 મેચ જીતી છે.