Shubhman Gill Singing on His Birthday: ગઈ 8મિ સપ્ટેમ્બરએ શુભમન ગિલે પોતાનો 25મો જન્મદિવસ ઉજવ્યો. તેના 25માં જન્મદિવસની પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પ્રખ્યાત પંજાબી સંગીતકાર કરણ ઔજલા સાથે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. શુભમનનો જન્મ પંજાબના ફાઝિલ્કા શહેરમાં થયો હતો અને તેને પંજાબી ગીતોનો ખૂબ જ શોખ છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં શુભમન ગિલ ડિવાઈન અને કરણ ઔજલાનું ગીત '100 મિલિયન' ગાતો જોવા મળે છે અને તેણે ડાન્સ પણ કર્યો હતો. તે પોતાના જન્મદિવસના અવસર પર ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો છે. તમેને જણાવી દઈએ કે આ પાર્ટીમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આ ખાસ અવસર પર શુભમન ગિલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. યુવરાજે આશા વ્યક્ત કરી કે આગામી વર્ષ ગિલ માટે શાનદાર રહેશે.
શુભમન ગિલ આગામી બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં રમશે
જો ક્રિકેટની વાત કરીએ તો, શુભમન ગિલની બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પસંદગી કરવામાં આવી છે. ગિલ સંભવતઃ ભારતીય ટીમ માટે નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. પરંતુ વર્તમાન ફોર્મની વાત કરીએ તો ગિલ દુલીપ ટ્રોફી 2024ની પ્રથમ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ઈન્ડિયા A ની કેપ્ટનશીપ કરતી વખતે તે પ્રથમ દાવમાં 25 રન અને બીજી ઈનિંગમાં 21 રન બનાવીને આઉટ થયો હતો. અહી રસપ્રદ વાત એ પણ છે કે બંને પ્રસંગોએ તેને નવદીપ સૈનીએ આઉટ કર્યો હતો.
બાંગ્લાદેશ પાસે શાનદાર પેસ આક્રમણ છે
બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને તેના ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત છે. તે સિરીઝમાં બાંગ્લાદેશના નાહિદ રાણાએ પાકિસ્તાની બેટ્સમેનોના હોશ ઉડાવી દીધા હતા. તેણે ખાસ કરીને બીજી ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું, જ્યારે તસ્કીન અહેમદ પણ મજબૂત ફોર્મમાં છે. માટે ભારતીય બેસ્ટમેનો માટે આ શ્રેણી એટલી આસન નહીં હોય. તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા બાંગલાદેશ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરો જોવા મળશે.
આ પણ વાંચો : ફિલ્મોમાં ફ્લોપ પરંતુ ટેલિવિઝનમાં સ્ટાર બની ગયો આ અભિનેતા, પછી એક શોએ તેની કારકિર્દી ખરાબ કરી, 6 વર્ષ સુધી ખાલી રહ્યો