IND vs BAN 1st Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારે બે મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં ભારતીય ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે, પરંતુ આ મેચમાં યુવા બેટ્સમેન શુભમન ગીલનો કેર જોવા મળી રહ્યો છે. ગીલે તાબડતોડ ફિફ્ટી બાદ આક્રમક અંદાજમાં સદી પુરી કરી લીધી છે. આ સાથે જ ગીલે ભારતીય બેટ્સમેનોમાં ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.
શુભમન ગીલે રાહુલ-રોહિતને આ મામલે પાછળ પાડ્યા
ગીલે તાબડતોડ બેટિંગ કરતાં બીજી ઇનિંગમાં શાનદાર ફિફ્ટી ફટકારતાની સાથે જ એક મોટો માઇલસ્ટૉન ક્રિએટ કરી દીધો છે. તેને દમદાર ઓપનિંગ સાથે ટીમને સાથે શરૂઆત અપાવી.
ખાસ વાત છે કે શુભમન ગીલે જેવી પોતાની 76 રનની ઇનિંગ પુરી કરી, તો તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો, તેની 76 રનોની ઇનિંગની સાથે જ તે ભારત માટે વર્ષ 2022માં રમાયેલી તમામ ટેસ્ટ મેચોમાં સૌથી મોટો સ્કૉર બનાવનારો ઓપનર બેટ્સમેન બની ગયો હતો.
આ પહેલા આ વર્ષમાં ભારતીય ટીમની ઓપનિંગ એકદમ ખરાબ રહી હતી, અને કેએલ રાહુલ અને રોહિત શર્મામાંથી કોઇપણ 50નો આંકડો પાર ન હતા કરી શક્યા. આવામાં 2022માં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમવાના મામલામાં તે નંબર 1 પર પહોંચી ગયો છે.
રોહિત શર્માની ગેરહાજરીમા મોકો મળ્યો -
ખાસ વાત છે કે, રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગીલને ઓપનિંગમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન આંગળીમાં ઇજા થવાના કારણે મુંબઇ પરત ફર્યો હતો, આ કારણોસર શુભમન ગીલને રોહિત શર્માની જગ્યાએ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો, જેને ગીલે ભરપુર ફાયદો ઉઠાવ્યો છે.