IND vs BAN 1st Test: રવિચંદ્નન અશ્વિને (R Ashwin) બાંગ્લાદેશ સામેની ચટગાંવ ટેસ્ટમાં જબરદસ્ત ફિફ્ટી ફટકારી, તેને ફિફ્ટીની મદદથી ટીમ ઇન્ડિયાને મજબૂતાઇ મળી, તેને બાંગ્લાદેશ સામે 113 બૉલ રમ્યા અને 58 રનની જબરદસ્ત બેટિંગ કરી, અને ટીમ ઇન્ડિયાને 300 રનની પાર પહોંચી દીધી. તેની આ ઇનિંગ પર હવે આઇસલેન્ડ ક્રિકેટ (Iceland Cricket) ફિદા થઇ ગયુ છે.
આઇસલેન્ડ ક્રિકેટે (Iceland Cricket) રવિ અશ્વિન પર એક ટ્વીટ કર્યુ છે, તે હવે ખુબ વાયરલ થઇ રહ્યુ છે. આ ટ્વીટમાં અશ્વિનને સર્વકાલિન મહાન ઓલરાઉન્ડર બતાવવામાં આવ્યો છે. અહીં તેને શેન વોર્ન અને રિચર્ડ હેડલી જેવા દિગ્ગજોથી પણ મહાન બતાવ્યો છે.
આઇસલેન્ડ ક્રિકેટે પોતાના એક ટ્વીટમાં લખ્યું છે- જ્યારે લોકો સર્વકાલિન મહાન ઓલરાઉન્ડર્સનું લિસ્ટ બનાવે છે, તો તેમાં રવિચંદ્રન અશ્વિનનુ નામ બહુ ઓછુ સામે આવે છે, જ્યારે આ ખેલાડી હેડલી જેવા દિગ્ગજોના રન એવરેજની બરાબર એરવેજથી 3000ની નજીક રન બનાવી ચૂક્યો છે. એ ધ્યાન આપવા જેવી બાબત છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી પણ ફટકારી ચૂક્યો છે. તે 450 ટેસ્ટ વિકેટની પણ નજીક છે, અહીં તેની બૉલિંગ એવરેજ શેન વૉર્નથી પણ બેસ્ટ રહી છે.
આર. અશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ એવરેજ 27.12 છે. તેની રન એવરેજ ન્યૂઝીલેન્ડના હેડલી (27.2) ની લગભગ બરબર છે. અશ્વિનની બૉલિંગ એવરેજ પણ 24.20 રહી છે, જે ઓસ્ટ્રેલિયાના શેન વૉર્ન (25.40) થી બેસ્ટ રહી છે.
ટેસ્ટ ક્રિકેટમાં 3000 રનથી માત્ર 11 રન દુર છે અશ્વિન -
આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 87 મેચોમાં 27.17 ની એવરેજથી 2989 રન બનાવી ચૂક્યો છે. તેના નામે 5 સદીઓ અને 13 અડધીસદીઓ નોંધાયેલી છે. તેનો સર્વોચ્ચ સ્કૉર 124 રનનો રહ્યો છે. બૉલિંગમાં તે અત્યાર સુધી 442 વિકેટો ઝડપી ચૂક્યો છે. તે 10 વાર 7 થી વધુ વિકેટો લઇ ચૂક્યો છે.