Shubman Gill Record: લખનૌમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ડેવિડ મિલર અને હેનરી ક્લાસેનની શાનદાર ઇનિંગ્સના કારણે 40 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમને મેચ જીતવા માટે નિર્ધારિત 40 ઓવરમાં 250 રનનો ટાર્ગટે આપ્યો હતો. જો કે ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ સસ્તામાં આઉટ થયા હતા.


શુભમન ગિલે બનાવ્યો આ ખાસ રેકોર્ડઃ


જો કે આ મેચમાં શુભમન ગીલે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શુભમલ ગિલ વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 10 વનડેમાં 500 રનનો આંકડો પાર કર્યો. આ મેચ પહેલાં શુભમન ગિલના નામે 9 વનડેમાં 499 રન હતા. આ રીતે શુભમન ગિલે આજની મેચમાં પ્રથમ રન બનાવતાની સાથે જ આ મોટો રેકોર્ડ બનાવી લીધો હતો. હવે શુભમન ગિલે આ મામલે પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુને પાછળ છોડી દીધા છે.


બીજા નંબર પર નવજોત સિંહ સિદ્ધુઃ


પૂર્વ ભારતીય ખેલાડી નવજોત સિંહ સિદ્ધુએ 11 વનડે ઇનિંગ્સમાં 500 રન બનાવ્યા હતા, પરંતુ હવે શુભમન ગિલે માત્ર 9 ઇનિંગ્સમાં 500 રન બનાવીને નવજોત સિંહ સિદ્ધુને પાછળ છોડી દીધા છે. તો આ યાદીમાં શિખર ધવન ત્રીજા નંબર પર છે. શિખર ધવને 13 ODI ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કર્યો હતો. આ સિવાય કેદાર જાધવ અને શ્રેયસ અય્યરે પણ 13 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું, પરંતુ હાલમાં માત્ર 9 ઇનિંગ્સમાં 500 રનનો આંકડો પાર કરીને શુભમન ગિલ આ યાદીમાં ટોચ પર છે.


આ પણ વાંચો....


T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં રોહિતે આ બે કામ કરીને ફેન્સનું દિલ જીત્યું, જુઓ વીડિયો


T20 World Cup 2022: ઓસ્ટ્રેલિયાના બ્રેટ લીએ કહ્યું - 'ભારતની વર્લ્ડ કપ ટીમમાં આ ખેલાડી તો હોવો જોઈએ...'


IPLના ખેલાડીની રેપ કેસમાં ધરપકડ, 17 વર્ષીય છોકરી સાથે રેપ કરીને દેશ છોડીને થઇ ગયો હતો ફરાર, જાણો