ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટ માટે ટીમનું સુકાન સંભાળશે, જ્યારે યુવા ઓપનર શુભમન ગિલને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પૂર્વ અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાએ યોગ્ય ગણાવ્યો છે. તેણે કહ્યું છે કે શુભમન ગિલમાં ઘણી ક્ષમતા છે અને તે ભાવિ કેપ્ટન હશે. સુરેશ રૈનાએ શુભમન ગિલની તુલના મહાન બેટ્સમેન વિરાટ કોહલી સાથે કરી છે. સુરેશ રૈનાએ શુભમન ગિલના ઘણા વખાણ કર્યા હતા.  

જો શુભમન ગિલની વાત કરીએ તો તે ભારત માટે અત્યાર સુધી ઘણી મેચ રમી ચૂક્યો છે. તેણે 2023 ODI વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કર્યું હતું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરતા પણ જોવા મળશે. સુરેશ રૈનાએ તેના ખૂબ વખાણ કર્યા છે.   

સુરેશ રૈનાએ શુભમન ગિલના કર્યા વખાણ

સુરેશ રૈનાએ કહ્યું,  મારા મતે શુભમન ગિલ ભારતનો આગામી સુપરસ્ટાર છે. તેણે વનડે ટીમમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે તમે કોઈ યુવા ખેલાડીને આટલી સારી તક આપો છો, જેમ કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તો તે તેની ક્ષમતા દર્શાવે છે. રોહિત શર્મા સ્પષ્ટપણે જાણે છે કે આગામી લીડર કોણ છે. શુભમન ગિલ શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે. ખાસ કરીને જે રીતે તેણે ગુજરાત ટાઇટન્સ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેણે છેલ્લા 12-16 મહિનામાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય છે. રોહિત શર્મા અને અજીત અગરકરે શાનદાર નિર્ણય લીધો છે. રોહિત શર્માએ નોંધ્યું છે કે શુભમન ગિલ પણ વિરાટ કોહલીની જેમ ટીમનું નેતૃત્વ કરે છે. શુભમન ગિલ રમતની ખૂબ સારી સમજ ધરાવે છે.                  

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા. 

Cricket: માત્ર 4.2 ઓવરમાં જીતી મેચ, 5 બેટ્સમેનો શૂન્ય પર આઉટ... વર્લ્ડકપમાં ભારતીય ટીમે મચાવી ધમાલ