ભારતીય ટીમનો ઘાતક બોલર મોહમ્મદ સિરાજ ICC ODI વર્લ્ડ કપ 2023માં પોતાની બોલિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ભારતમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં તેણે જોઈએ તેવુ રદર્શન કર્યું નથી. પરંતુ 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં મોહમ્મદ સિરાજે દર્શકોને પોતાનું જોરદાર ફોર્મ બતાવ્યું અને શ્રીલંકન ટીમ માટે કાળ બન્યો હતો. તેના પ્રદર્શન પાછળ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું મહત્વનું યોગદાન હતું. 



ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો છે. આ વીડિયો શ્રીલંકાની ઈનિંગની પ્રથમ ઓવરના અંતનો છે. થયું એવું કે રોહિત શર્માએ મોહમ્મદ સિરાજને બીજી ઓવર નાખવા માટે મોકલવામાં આવ્યો.






પરંતુ આ પહેલા વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજને બોલને આગળ પિચ કરવા કહ્યું, જે બાદ ફાસ્ટ બોલર રુદ્ર સ્વરૂપમાં દેખાયો. તેણે આ ઓવરની શરૂઆત દિમુથ કરુણારત્નેની વિકેટ લઈને કરી હતી. ત્યારબાદ મોહમ્મદ સિરાજે બીજી ઓવરના ચોથા બોલ પર સાદિરા સમરવિક્રમાને પેવેલિયન પરત મોકલી દીધો હતો. સિરાજની આ બોલિંગને કારણે કુસલ મેન્ડિસની આગેવાની હેઠળની શ્રીલંકાની ટીમે બે રનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.



એટલું જ નહીં, મોહમ્મદ સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસની વિકેટ પણ લીધી હતી. મોહમ્મદ સિરાજની આવી બોલિંગ જોયા પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીની સલાહ તેના માટે ખૂબ જ ઉપયોગી હતી. આ સાથે તમને જણાવી દઈએ કે અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે શ્રીલંકાની ઈનિંગની પહેલી જ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકાને ક્લીન બોલ્ડ કર્યો હતો.


 આ મેચમાં ખૂબ જ શાનદાર બોલિંગ કરી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી છે. શમીએ એક જ ઓવરમાં મેઈડન 2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા સામેની મેચમાં શમી પણ ખૂબ જ શાનદાર બોલિંગ કરી છે.   


ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા છે. ભારત તરફથી ગિલે સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 88 રન બનાવીને આઉટ થયો હતો. અય્યરે 55 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. મધુશંકાએ 10 ઓવરમાં 80 રન આપીને 5 વિકેટ લીધી હતી.