ODI Sixes By Indian Batsman: ભારતીયી ટીમના હીટમેન ગણાતા રોહિત શર્મા સાથે વધુ એક રેકોર્ડ જોડાઇ ચૂક્યો છે. ગઇકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાયેલી બીજી વનડેમાં રોહિત શર્માએ છગ્ગા ફટકરાવાની ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. 


ભારતીય વનડે કેપ્ટન રોહિત શર્માએ બીજી વનડેમાં છગ્ગો ફટકારતાની સાથે તેને પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં 500 થી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે માત્ર વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલથી જ પાછળ છે. ક્રિસ ગેલે પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં કુલ 553 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા લિસ્ટમાં બીજા નંબર પર છે, રોહિત શર્મા 505 છગ્ગા અત્યાર સુધી ફટકારી ચૂક્યો છે. જાણો કયા કયા ભારતીય ખેલાડીઓ વનડે ક્રિકેટમાં કઇ ટીમ વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા ફટકારી ચૂક્યા છે. 


1 રોહિત શર્મા - 
રોહિત શર્મા વનડે ક્રિકેટમાં કોઇપણ ટીમ વિરુદ્ધ સર્વાધિક છગ્ગા ફટકારવાના મામલામાં નંબર વન છે. રોહિત શર્માએ વનડેમાં સૌથી વધુ છગ્ગા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકાર્યા છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં 76 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં તેને 45 છગ્ગા માર્યા છે. તો વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વનડેમાં તેને કુલ 35 સિક્સરો ફટકારી છે. 


2 મહેન્દ્ર સિંહ ધોની - 
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની વનડે કેરિયરમાં શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેને શ્રીલંકા વિરુદ્ધ વનડે ક્રિકેટમાં 45 છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડેમાં તેને કુલ 34 છગ્ગા માર્યા છે. વળી, ઓસ્ટ્રેલિયા સામે ધોનીએ વનડેમાં 33 સિક્સરો ફટકારી છે. 


IND vs SL: ટીમ ઇન્ડિયાની જીત બાદ રોહિત શર્મા શું બોલ્યો ? કોણી કરી પ્રસંશા


રોહિત શર્માએ બીજી મેચ અને સીરીઝ જીત બાદ કેએલ રાહુલની બેટિંગ અને કુલદીપ યાદવની બૉલિંગની ખુબ પ્રસંશા કરી, તેને કહ્યું કે, આ એક નજીકની મેચ હતી, આ પ્રકારની રમત તમને ઘણુબધુ શીખવાડે છે. કેએલ રાહુલ નંબર 5 પર લાંબા સમયથી બેટિંગ કરતો આવી રહ્યો છે, એક અનુભવી બેટ્સમેનનું આ ક્રમે રમવુ તમારા માટે અને તમારી ટીમ માટે આત્મવિશ્વાસ આપે છે. અમને મેચમાં વાપસી કરાવી. કુલદીપે પણ બૉલિંગમાં ખુબ આત્મવિશ્વાસ બતાવ્યો અને સારી બૉલિંગનુ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે. 


ટૉપ ઓર્ડર બેટિંગ પર રોહિત શર્માને જ્યારે પુછવામા આવ્યુ તો, જવાબ મળ્યો, રોહિતે કહ્યું કે, ટૉપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવો ખુબ સારી વાત છે, જેને પણ ઇશાન કિશન, શિખર ધવનને મોકો આપવામા આવ્યો તેમને છેલ્લા એક વર્ષમાં સારુ કર્યુ છે. અમે એક લેફ્ડ હેડર બેટ્સમેન રાખવાનુ પસંદ કરીશું, ડાબોડી બેટ્સમેનની કાબેલિયન પણ જાણીએ છીએ, હાલમાં અમને આ જ કૉમ્બિનેશન પર ટકી રહેવુ પડશે. ત્રીજી વનડેમાં અમે વિચાર કરીશું કે કોઇ ફેરફાર કરવો છે કે નહીં.