Asia Cup Final 2022: આજે સાંજે એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન આમને સામને થશે. બંને વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એશિયા કપના ઈતિહાસમાં અત્યાર સુધીમાં બંને ટીમો ત્રણ વખત સામસામે આવી ચુકી છે, જેમાં શ્રીલંકા બે વખત અને પાકિસ્તાન એક વખત જીત્યું છે. આ ચોથી વખત હશે જ્યારે બંને ટીમો આમને-સામને થશે. ત્યારે, અમે તમને શ્રીલંકાના એ ત્રણ ખેલાડીઓ વિશે જણાવીએ જે શ્રીલંકાને આજે એશિયા કપનું ચેમ્પિયન બનાવી શકે છે.
ભાનુકા રાજપક્ષે
શ્રીલંકાનો બેટ્સમેન ભાનુકા રાજપક્ષે આજે પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં મોટો કરિશ્મા કરી શકે છે. રાજપક્ષે શ્રીલંકા માટે અત્યાર સુધીમાં 26 ટી20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 470 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તે પોતાની આક્રમક બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. તે જ સમયે, તેણે એશિયા કપ 2022માં પણ ઘણી ઉપયોગી ઇનિંગ્સ રમી છે. શ્રીલંકાને આજે આ વિસ્ફોટક બેટ્સમેન પાસેથી ઘણી આશાઓ હશે.
પથુમ નિસંકા
શ્રીલંકાના ઓપનર બેટ્સમેન પથુમ નિસાંકા હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેણે એશિયા કપ 2022ની સુપર 4ની છેલ્લી બે મેચોમાં ભારત અને પાકિસ્તાન સામે અડધી સદી ફટકારી છે. પથુમના ફોર્મને જોતા શ્રીલંકન ટીમને તેની પાસેથી ઘણી આશાઓ હશે. જો તે શ્રીલંકાની ટીમને શાનદાર શરૂઆત અપાવી શકશે અને પોતાની ટીમ માટે લાંબી ઇનિંગ્સ રમી શકશે તો પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે.
વનિન્દુ હસરંગા
શ્રીલંકાના સ્ટાર સ્પિનર વનિન્દુ હસરંગા આજે ફરી પાકિસ્તાન સામે પોતાના સ્પિન બોલનો જાદુ બતાવી શકે છે. તેણે એશિયા કપ 2022ના સુપર ફોરની એતિમ મેચમાં પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની ટીમ એશિયા કપની ફાઇનલમાં પણ પોતાના સ્ટાર સ્પિનર પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. હસરંગા બોલની સાથે સાથે બેટથી પણ ટીમને મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આજે પાકિસ્તાન માટે હસરંગાનો સામનો કરવો મોટો પડકાર હશે.
આ પણ વાંચો....