Yashasvi Jaiswal West Zone vs North East Zone, 1st Quarter-Final Duleep Trophy 2022: દુલીપ ટ્રોફી 2022 ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ વેસ્ટ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોન વચ્ચે રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે લંચ બ્રેક સુધી વેસ્ટ ઝોને 465 રનની લીડ મેળવી લીધી છે. વેસ્ટ ઝોને 590 રન બનાવી પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરતા બેવડી સદી ફટકારી હતી. દુલીપ ટ્રોફીમાં આ તેની પ્રથમ બેવડી સદી હતી. રાજસ્થાન રોયલ્સે આ અંગે એક ખાસ ટ્વીટ કર્યું છે.






યશસ્વી IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. આ કારણોસર રાજસ્થાને તેની બેવડી સદીનો વીડિયો ટ્વીટ કર્યો છે. આમાં તે બેવડી સદી બાદ ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાને વીડિયોની સાથે કેપ્શન લખ્યું, "જ્યારે યશસ્વીએ દુલીપ ટ્રોફીમાં તેની પ્રથમ બેવડી સદી ફટકારી."


ઉલ્લેખનીય છે કે, યશસ્વીએ વેસ્ટ ઝોનની પ્રથમ ઇનિંગમાં 321 બોલનો સામનો કર્યો હતો અને 22 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 228 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણે બેવડી સદી બાદ પણ અણનમ રહ્યો હતો. રહાણેએ 264 બોલમાં 18 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 207 રન બનાવ્યા હતા. પૃથ્વી શો સદી બાદ આઉટ થયો હતો. તેણે 121 બોલમાં 113 રન બનાવ્યા હતા.


PAK vs SL Asia Cup: એશિયા કપમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ જંગ, આંકડામાં જાણો કોણ કોના પર છે ભારે ?


દુબઇઃ આજે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા મેદાન પર ઉતરશે  જ્યારે પાકિસ્તાન ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ બે દિવસ પહેલા સુપર-ફોરની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જેના કારણે તેનો ઉત્સાહ ઘણો ઊંચો છે.



આ પણ વાંચો


ENG vs SA Stuart Broad: ઇગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઇતિહાસ, આ મામલામાં ગ્લેન મેકગ્રાની કરી બરોબરી


PAK vs SL Asia Cup: એશિયા કપમાં આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ જંગ, આંકડામાં જાણો કોણ કોના પર છે ભારે ?


Road Safety World Series: સચિન તેંડુલકરની India Legendsનો કમાલ, South Africa legendsને 61 રનથી આપી હાર