SL vs WI: શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકાના બેટ્સમેન ધનંજય ડી સિલ્વાએ વિચિત્ર રીતે પોતાની વિકેટ ગુમાવી. તે પાછળના પગ પર એક બોલનો બચાવ કરી રહ્યો હતો પરંતુ બોલ બેટ સાથે અથડાયો અને સ્ટમ્પની બરાબર ઉપર હવામાં ગયો. તેણે તરત જ બેટ વડે બોલને બે વાર મારવાનો પ્રયાસ કર્યો જેથી બોલ સ્ટમ્પ પર ન પડે. તે બોલને સ્ટમ્પ પર પડતા અટકાવવામાં સફળ રહ્યો, પરંતુ બેટ સ્ટમ્પને અડી ગયું અને બેલ પડી ગયા.


શ્રીલંકાની ઇનિંગ્સની 95મી ઓવરમાં ડી સિલ્વાને શેનોન ગેબ્રિયલની વિકેટ ઝડપી હતી. ધનંજય ડી સિલ્વા (61) સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે કરુણારત્ને સાથે ચોથી વિકેટ માટે 111 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ આ હિટ વિકેટ બાદ તેને પેવેલિયન જવું પડ્યું હતું. તેની આ ભૂલ શ્રીલંકાની આખી ટીમને ભારે પડી. તેના આઉટ થતા જ શ્રીલંકાના લોઅર ઓર્ડર વધુ કંઈ કરી શક્યા ન હતા અને ટીમ 386 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


શ્રીલંકાના દાવની 94મી ઓવર સુધીમાં શ્રીલંકાની ટીમે 281 રન બનાવી લીધા હતા. ટીમે માત્ર 3 વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝનો બોલર શેનન ગેબ્રિયલ 95મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે પોતાનો ચોથો બોલ ઓફ સ્ટમ્પ પર ફેંક્યો. ડી સિલ્વાએ આ બોલને હળવા હાથે રમ્યો અને બોલ બેટની કિનારી લઈને ઉછળીને સ્ટમ્પ પર પડવા લાગ્યો.






ધનંજયે પાછળ ફરીને બોલને સ્ટમ્પ પર અથડાતો બચાવવા માટે બેટને સ્વિંગ કર્યું, પરંતુ પછી બોલ બેટની કિનારી લઈને હવામાં ઉછળી ગયો. ડી સિલ્વાએ ફરીથી બેટ ફેરવ્યું પરંતુ આ વખતે બેટ સ્ટમ્પ સાથે અથડાયું અને તે હિટ-વિકેટ આઉટ થયો.