Social Media Reactions On KS Bharat: ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું. આ રીતે કાંગારૂ ટીમે 4 ટેસ્ટ મેચોની સીરીઝમાં પ્રથમ વિજય મેળવ્યો હતો. જોકે, આ હાર છતાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. જો કે ઈન્દોર ટેસ્ટમાં હાર બાદ ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ભારતીય ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ સિવાય હાર બાદ ફેન્સે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને યાદ કર્યો.


કેએસ ભરત પર ચાહકો ગુસ્સે થયા


જો કે ઈન્દોરમાં હાર બાદ ફેન્સનો ગુસ્સો વિકેટકીપર કેએસ ભરત પર ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો કેએસ ભરતની ટીકા કરી રહ્યા છે.  ઋષભ પંતની ગેરહાજરીમાં કેએસ ભરત પાસે ટીમ ઈન્ડિયામાં પોતાને સ્થાપિત કરવાની શાનદાર તક હતી, પરંતુ આ વિકેટ કીપર બેટ્સમેને તક ગુમાવી દીધી. હવે સોશિયલ મીડિયા પર ચાહકો કએસ ભરત પર સતત તેમના પ્રતિભાવો આપી રહ્યા છે.


















આ શ્રેણીમાં કેએસ ભરતનો ફ્લોપ શો


જો કેએસ ભરતની કારકિર્દી પર નજર કરીએ તો આ બેટ્સમેને ભારત માટે 3 ટેસ્ટ મેચ રમી હતી. કેએસ ભરતે 3 ટેસ્ટ મેચની 5 ઇનિંગ્સમાં 14.25ની એવરેજથી 57 રન બનાવ્યા છે. તે જ સમયે, આ બેટ્સમેનનો શ્રેષ્ઠ સ્કોર 23 રન રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા માટે 75 રનની જરૂર હતી. કાંગારૂ ટીમે 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ શ્રેણીમાં યજમાન ટીમની આ પ્રથમ જીત છે. 


ભારતની હારના ત્રણ મુખ્ય કારણો


1 નબળી બેટિંગઃ પ્રથમ બે ટેસ્ટમાં ટોસ હારનારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો. રોહિતનો આ ફેંસલો ખોટો સાબિત થયો હતો. સ્પિન લેતી વિકેટ પર ભારતીય ટીમ પ્રથમ દિવસે માત્ર 33.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો કોઈપણ બેટ્સમેન 25 રન પણ બનાવી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 197 રન બનાવી લીડ લીધી હતી. બીજી ઈનિંગમાં પુજારાને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા અને ટીમ ઈન્ડિયા 60.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતના ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડરમાંથી કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યા નહોતા. જે ભારતની હારનું કારણ બન્યું.


2 એકસ્ટ્રા રનઃ 109 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 22 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 5 નોબોલ હતા. જે પૈકી એક નોબલમાં લાબુશેન 0 રન પર હતો ત્યારે બોલ્ડ થયો હતો. આ બાદ તેણે 31 રનની ઈનિંગ રમી હતી.



3 સ્પિનર્સની નિષ્ફળતાઃ ઓસ્ટ્રેલિયાના સ્પિનર્સે ચુસ્ત લાઇન લેન્થ સાથે બોલિંગ કરી હતી. લાયને બંને ઈનિંગમાં મળી 11 વિકેટ લીધી હતી. જ્યારે કુહેમાને 6 અને મર્ફીએ 1 વિકેટ લીધી હતી. 20માંથી 18 વિકેટ સ્પિનર્સે લીધી હતી. જેની સામે ભારતના સ્પિનર્સ બંને ઈનિંગમાં મળી માત્ર 8 વિકેટ ઝડપી શક્યા હતા.