Sophie Devine Retirement: ન્યૂઝીલેન્ડની દિગ્ગજ ક્રિકેટર સોફી ડિવાઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિવારે તેણીએ 2025 મહિલા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે પોતાની કારકિર્દીની અંતિમ મેચ રમી હતી. ન્યૂઝીલેન્ડ પહેલાથી જ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયું હતું, પરંતુ સોફી ડિવાઈન વિજયની યાદો સાથે ક્રિકેટને અલવિદા કહી શકી નહીં. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું.

Continues below advertisement

Continues below advertisement

સોફી ડિવાઈનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 19 વર્ષથી વધુ લાંબી હતી. તેણીએ અગાઉ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મેચ પછી તેના સાથી ખેલાડીઓ,  વિપક્ષની ટીમના ખેલાડીઓ અને ચાહકોએ તેના પ્રત્યે આદર દર્શાવ્યો હતો. તેણીએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં 23 રન બનાવ્યા અને એક વિકેટ લીધી હતી.

સોફી ડિવાઈનની રિટાયરમેન્ટ સ્પીચ

તેણીના રિટાયરમેન્ટ સ્પીચમાં સોફી ડિવાઈને કહ્યું હતું કે, "હું દરેકનો આભાર માનવા માંગુ છું. હું ટીમના સભ્યો, સપોર્ટ સ્ટાફ, મીડિયા અને અપોનેન્ટ ટીમનો આભારી છું. આટલા વર્ષોથી ક્રિકેટ રમવાની તક મળી તે સન્માનની વાત છે. મેં આ રમતને સંપૂર્ણપણે અલવિદા કહ્યું નથી; મને ખબર છે કે હું હજુ પણ મેદાન પર રહીશ."                                                        

તેણીએ કહ્યું હતું કે જ્યારે તેણીએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી ત્યારે મહિલા ક્રિકેટને બહુ મહત્વ આપવામાં આવતું ન હતું પરંતુ આજે મહિલા ક્રિકેટ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે.                      

સોફી ડિવાઈને 36 વર્ષની ઉંમરે તેણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યો હતો. તેણીએ તેણીની 159 વન-ડે મેચોમાં 4279 રન બનાવ્યા હતા. તેણીની વન-ડે કારકિર્દીમાં તેણીએ 9 સદી અને 18 અડધી સદી ફટકારી અને 111 વિકેટ પણ લીધી હતી. તેણીએ તેની કારકિર્દીમાં 146 ટી-20 મેચ પણ રમી, જેમાં તેણીના નામે 3431 રન છે અને બોલિંગ કરતી વખતે તેણે 119 વિકેટ પણ લીધી હતી.