નવી દિલ્હીઃ ભારતમાં કેટલાય એવા ક્રિકેટરો છે જેને યોગ્ય મોકો ના મળતા સન્યાસ લઇ લેવો પડ્યો છે. જેમાં એક નામ પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનુ પણ છે. સૌરવ ગાંગુલી વર્ષ 2008માં એટલે કે આજથી 12 વર્ષ પહેલા ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. જોકે, હવે તેને એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ગાંગુલીનુ કહેવુ છે કે તેને ફરીથી ટ્રેનિંગનો સમય મળે તો તે ટીમ ઇન્ડિયામાં આસાનીથી વાપસી કરી શકે છે.


સૌરવ ગાંગુલીએ ટિપ્પણીયા બંગાળી અખબાર સાંગબાદ પ્રતિદિન સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, - જો તેને ત્રણ મહિનાનો સમય અને ત્રણ રણજી મેચ રમાડવામાં આવે તો તે ફરીથી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરી લેશે. તે ભારત માટે ટેસ્ટમાં રન બનાવી શકે છે. ગાંગુલીએ કહ્યું કે મને ને ટ્રેનિંગ માટે આમ તો છ મહિનાનો સમય લાગશે પરંતુ હું ત્રણ મહિનામાં પણ આ કામ કરી શકુ છું.

48 વર્ષીય ગાંગુલીએ કહ્યું કે, જો મને વનડે મેચોની વધુ બે સીરીઝ રમાડવામાં આવી હોત તો હું વધુ રન બનાવી શકતો હતો. હું નાગપુરમાં રિટાયર ના થયો હોત તો હું આગળની બે ટેસ્ટ સીરીઝમાં પણ રન બનાવતો. વાસ્તવમાં જો મને છ મહિનાની ટ્રેનિંગનો સમય આપવામાં આવે તો હું ટેસ્ટ ક્રિકેટમાં આસાનીથી વાપસી કરી શકુ છું. મને ત્રણ રણજી મેચ રમાડશો તો હું ભારત માટે જરૂર રન બનાવીશ.



પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને વર્ષ 2007-2008માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ગાંગુલીએ 113 ટેસ્ટમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા છે જેમાં 16 સદી સામેલ છે. વનડે મેચોમાં ગાંગુલીએ 311 મેચોમાં 40.02ની એવરેજથી 11363 રન બનાવ્યા છે, જેમાં 22 સદી સામેલ છે.