વર્ષ 1999માં ચેન્નાઇમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ એક એવી મેચ હતી. જેના વિશે ખુબ ચર્ચા થઇ હતી. ભારતને આ મેચમાં પાકિસ્તાન તરફથી 271 રનોનું લક્ષ્ય મળ્યુ હતુ, અને ભારતીય ટીમ 12 રનથી મેચ હારી ચૂકી હતી. વકાર યુનુસની આગેવાની વાળી પાકિસ્તાની ટીમમાં વસીમ અકરમ અને સકલૈન મુસ્તાક જેવા ધૂરંધર બૉલરો હતા. મુસ્તાકે આ મેચમાં બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપીની ભારતને હારની ભેટ આપી દીધી હતી.
વકારે ધ ગ્રેટેસ્ટ રિવેલરી પૉડકાસ્ટમાં કહ્યું કે, મેચને યાદ કરતાં બોલ્યો અમે એક નવો બૉલ લીધો, પહેલા બૉલે નયન મોંગિઆએ હવામાં કેચ ઉછાળ્યો તે ઉતાવળમાં હતો. પરંતુ મેચ જીતી લીધી હતી, પણ જ્યાં સુધી સચિન હતો ત્યાં સુધી અમે ડરી ગયા હતા. અમને લાગ્યુ કે જ્યાં સુધી સચિન છે ત્યાં સુધી જીતવુ મુશ્કેલ છે.
બીજી ઇનિંગમાં મોંગિયા અને સચિન વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે 136 રનની ભાગીદારી થઇ હતી. મોંગિયાના આઉટ થયા બાદ પાકિસ્તાન અને જીતની વચ્ચે માત્રને માત્ર સચિન ઉભો હતો. વકાસે કહ્યું ઇમાનદારીથી કહુ તો સચિન હતો, તેમની પાસે 4 વિકેટ બાકી હતી અને 16 રનની જરૂર હતી.
સચિન જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે દુનિયાથી અલગ હતી. જોકે, બાદમાં ભારત અને સચિન પર સકલૈન હાવી થઇ ગયો અને બાકીની ચાર વિકેટો પાંચ-છ ઓવરોમાં ખોઇ દીધી હતી. ખરેખર સચિન મહાન બેટ્સમેન છે. તે ટેસ્ટ મેચ હુ સર્વશ્રેષ્ઠ ટેસ્ટ મેચોમાં ગણુ છું.