નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે સાંજે આખી દુનિયાને ચોંકાવી દીધા, તેને ટેસ્ટ ક્રિકેટ ટીમની અચાનક કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી હતી. વિરાટે સોશ્યલ મીડિયામાં એક પૉસ્ટ કરીને બીસીસીઆઇ અને મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો અને કેપ્ટનશીપ છોડી દીધી હતી. વિરાટની કેપ્ટનશીપ છોડવા મુદ્દે દિગ્ગજો ચોંકી ગયા છે. બીસીસીઆઇ પણ વિરાટના ફેંસલાનુ સન્માન કર્યુ પરંતુ હવે ગાંગુલીના નિવેદને બધાને ચોંકાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોહલી (Virat Kohli) એ જ્યારથી ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી છે ત્યારેથી ગાંગુલીના ફેન્સ નિશાના પર છે. 


ગાંગુલીએ કહી કોહલી માટે આવી વાત- 
વિરાટ કોહલી (Virat Kohli)ના કેપ્ટનશીપ છોડતાં જ ગાંગુલીએ પહેલીવાર રિએક્શન આપ્યુ છે. આ બધાની વચ્ચે ગાંગુલીએ (Sourav Ganguly) ટ્વીટ કરતા લખ્યું- વિરાટની લીડરશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ. આ વિરાટનો વ્યક્તિગત નિર્ણય છે છે અને બીસીસીઆઇ આનુ સન્માન કરે છે. તે હજુ પણ આ ટીમનો મુખ્ય સભ્ય છે, અને હંમેશા રહેશે. ટીમને નવી ઉંચાઇઓ સુધી લઇ જવા માટે તેનુ યોગદાન મુખ્ય રહેવાનુ છે. વિરાટ એક મહાન ખેલાડી છે. બહુજ સારુ વિરાટ. જોકે, ગાંગુલીના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. કેમ કે કેપ્ટનશીપ મુદ્દે તેની વિરાટ બિલકુલ ન હતી બનતી.






ઉલ્લેખનીય છે કે, લિમીટેડ ઓવરો વનડે અને ટી20ની કેપ્ટનશીપને લઇને વિરાટ અને ગાંગુલી વચ્ચે પહેલા પણ બગડી ચૂકી છે. ટી20 વર્લ્ડકપ બાદ વિરાટે ટી20 ક્રિકેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ, ત્યારે આફ્રિકા પ્રવાસ પહેલા વિરાટને બીસીસીઆઇ દ્વારા વનડે કેપ્ટનશીપમાંથી દુર કરાયો હતો. વિરાટની જગ્યાએ ઓપનર બેટ્સમેન રોહિત શર્માને વનડે અને ટી20નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ મામલેને લઇને વિરાટ અને ગાંગુલી વચ્ચે ઘર્ષણ પણ થયુ હતુ. જોક, હવે વિરાટે સાઉથ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-2થી મળેલી હાર બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી કેપ્ટનશીપ છોડી દઇને બધાને ચોંકાવ્યા છે. 






--