નવી દિલ્હીઃ કોરોના મહામારી ભારતમાં હવે ઝડપથી વધી રહી છે, સામાન્ય માણસોની સાથે સાથે હવે સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ઘરમાં હવે કોરોનાએ પગ પેસારો કર્યો છે.
રિપોર્ટ છે કે સૌરવ ગાંગુલીના ભાઇ અને પૂર્વ રણજી ક્રિકેટર સ્નેહાશીષ ગાંગુલી કોરોના પૉઝિટીવ નીકળ્યો છે. એક મહિના પહેલા પણ સ્નેહાશીષ ગાંગુલીને કોરોનાનો ચેપ લાગ્યાની ખબર આવી હતી, જોકે, તે સમયે ખુદ સૌરવ ગાંગુલીએ સામે આવીને આ વાતને અફવા ગણાવી હતી.
સ્નેહાશીષ ગાંગુલીને સારવાર માટે હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે, સૌરવ ગાંગુલી અને તેનો ભાઇ સ્નેહાશીષ ગાંગુલી એક જ ઘરમાં અલગ અલગ ફ્લૉર પર રહે છે.
સ્નેહાશીષ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોશિએશનના સચિવ પણ છે,સ્નેહાશીષ ગાંગુલીએ 59 પ્રથમ ક્ષેણી મેચોમાં 39.59ની એવરેજથી 2534 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્નેહાશીષ ગાંગુલીના ખરાબ ફોર્મમાં હોવાના કારણે બહાર નીકળ્યો અને સૌરવ ગાંગુલીને રણજી મેચો રમવાનો મોકો મળ્યો હતો.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 9 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.
ભારતના આ સ્ટાર ક્રિકેટરના ભાઇને લાગ્યો કોરોનાનો ચેપ, એક મહિના પહેલા પણ ઉડી'તી પૉઝિટીવ થયાની અફવા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2020 10:44 AM (IST)
સ્નેહાશીષ ગાંગુલીને સારવાર માટે હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે, સૌરવ ગાંગુલી અને તેનો ભાઇ સ્નેહાશીષ ગાંગુલી એક જ ઘરમાં અલગ અલગ ફ્લૉર પર રહે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -